વિવેક ઓબેરોય વાત કરશે બાળકોની સ્કૂલની ફીસ કેવી રીતે મેનેજ કરવી

24 July, 2020 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વિવેક ઓબેરોય વાત કરશે બાળકોની સ્કૂલની ફીસ કેવી રીતે મેનેજ કરવી

વિવેક ઓબેરોય

સ્કૂલમાં ભણતાં છોકરાંઓની ફીસ અંગે વાલીઓને જે દબાણ અને સમસ્યાઓ ભોગવવા પડે છે તે અંગે શું થઇ શકે તેની વાત કરવા માટે ગૂગલ દ્વારા ઇન્ક્યુબેટ કરાયેલી સ્કુલ ફીઝ ફાઇનાન્સિંગ કંપની ફાઇનાન્સપીઅર દ્વારા એક વિશેષ વેબિનારનું આયોજન કરાયું છે. આ વેબીનાર શિક્ષણનાં મુદ્દા પર પણ ચર્ચા કરશે અને ફાઇનાન્સપીઅર દ્વારા કઇ રીતે શાળાની સ્કૂલનાં પેમેન્ટ્સ કરી શકાય તેની વિગતો આપશે.

26મી જુલાઇએ યોજાનારા આ વેબીનારમાં જાણીતા એક્ટર અને શિક્ષણનાં ક્ષેત્રે પણ કાર્યરત વિવેક આનંદ ઓબેરોય વાલીઓની ચિંતાઓ તથા ફીસને લગતા પ્રશ્નોને કેવી રીતે ઉકેલી શકાય તે વિશે જણાવશે. વિવેક ઓબેરોય અહીં લાઇવ સેશન દરમિયાન વાલીઓ સાથે પણ સંવાદ સાધશે તથા ફાઇનાન્સપીયરના પ્રતિનિધિ સાથે પણ વાત કરશે.

આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે અને તેનાં રજિસ્ટ્રેશનની વિગતો આ મુજબ છે.      

ઝૂમ પ્લેટફોર્મ – View Link

રજિસ્ટ્રેશન માટેની લિંક – View Link

રોગચાળામાં શાળાઓ ખુલવા અંગે કોઇ ચોક્કસ માહિતી નથી ત્યારે ઘણાં બધા વાલીઓ માટે શાળાની ફીસ એક પ્રશ્ન બની છે ત્યારે આ કાર્યક્રમ બહુ અગત્યનો થઇ પડશે. ફાઇનાન્સપીઅરનાં સ્થાપક રોહીત ગજભીયેએ આ અંગે કહ્યું કે, “આ ઇવેન્ટ દ્વારા વાલીઓને સ્કૂલ ફી ફાઇનાન્સિંગ અંગેના બધા જ સવાલોના જવાબ મળશે. ફી ફાઇનાન્સિંગ મોડલ દ્વારા અમે બધા જ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે તેની તકેદારી રાખવા માગીએ છીએ.”