પોર્શ અકસ્માત કેસ: જામીન બાદ આરોપીની પાર્ટી? પીડિતાના પિતાએ કહ્યું ખૂન કા બદલા...

27 May, 2026 08:04 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

અગ્રવાલનો વીડિયો સામે આવ્યા પછી, પોર્શ અકસ્માતમાં જીવ ગુમાવનાર અશ્વિનીના પિતાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "આરોપીઓને હવે કાયદાનો કોઈ ડર નથી. જો હાઈ કોર્ટ દોષિત ઠેરવે તો પણ, આરોપીઓ ઘણીવાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની મુક્તિ સુરક્ષિત કરે છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

પુણેમાં પોર્શ કાર અકસ્માતના કેસને લઈને દેશભરમાં આક્રોશ હતો. મે 2024માં, પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં, એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષીય સગીર પુત્રએ દારૂના નશામાં ઝડપી ગતિએ પોતાની પોર્શ કાર વડે એક યુવાન અને એક યુવતીને ટક્કર મારી હતી જેને લીધે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેસના સંદર્ભમાં, સગીરના પિતા સહિત અનેક વ્યક્તિઓ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે, આ કેસમાં આરોપીનો નવો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે જામીન મળ્યા બાદ ડાન્સ કરતો જોવા મળે છે. આ પછી, મૃતક યુવતીના પિતાએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

વિશાલ અગ્રવાલનો વીડિયો વાયરલ

પોર્શ કાર અકસ્માત કેસના આરોપીના પિતા વિશાલ અગ્રવાલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, વિશાલ અગ્રવાલ અને તેની પત્ની એક ભવ્ય પાર્ટીમાં ખુશીથી ઉજવણી કરતા જોવા મળે છે. બન્નેએ ચલણી નોટોનો હાર પહેર્યો છે અને મ્યુઝકના તાલ પર જોશથી નાચતા જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે, અગ્રવાલ થોડા દિવસો પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. પરિણામે, તેની હવે વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે.

મૃત છોકરીના પિતા કહે છે: "લોહીનો બદલ લોહીથી..."

અગ્રવાલનો વીડિયો સામે આવ્યા પછી, પોર્શ અકસ્માતમાં જીવ ગુમાવનાર અશ્વિનીના પિતાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "આરોપીઓને હવે કાયદાનો કોઈ ડર નથી. જો હાઈ કોર્ટ દોષિત ઠેરવે તો પણ, આરોપીઓ ઘણીવાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની મુક્તિ સુરક્ષિત કરે છે. આ ફક્ત ગુનાખોરીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે." સુરેશ કોષ્ટાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે જ્યાં સુધી મુસ્લિમ દેશોમાં જોવા મળતા ‘લોહીનો બદલ લોહીથી’ સિદ્ધાંત જેવા કડક કાયદા લાગુ ન થાય ત્યાં સુધી ભારતમાં કોઈ વાસ્તવિક સુધારો થશે નહીં.

વાયરલ વીડિયો અંગે અગ્રવાલની સ્પષ્ટતા

વિશાલ અગ્રવાલે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડાન્સ વીડિયો અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. તેણે એવા સમાચાર અહેવાલોને રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયોમાં તેને જેલમાંથી મુક્તિની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યો છે. વિશાલ અગ્રવાલે જણાવ્યું, "આ વીડિયો 2 સપ્ટેમ્બર, 2023નો છે, અને તે ક્ષણને કેદ કરે છે જ્યારે હું મારી પત્ની શિવાની અગ્રવાલ સાથે ગોવાની એક હૉટેલમાં મારી 25મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો."

pune pune news accident maharashtra news maharashtra viral videos