MCHI- ક્રેડાઈ-થાણે દ્વારા આ વર્ષે નૈતિક સાથે થશે વર્ચ્યુઅલ નવરાત્રિ

11 October, 2020 11:31 AM IST  |  Mumbai | Mumbai correspondent

MCHI- ક્રેડાઈ-થાણે દ્વારા આ વર્ષે નૈતિક સાથે થશે વર્ચ્યુઅલ નવરાત્રિ

છેલ્લાં ચાર વર્ષથી એમસીએચઆઇ-ક્રેડાઇ થાણે દ્વારા રાસ રંગ નવરાત્રિનું ભવ્ય આયોજન થતું આવ્યું છે. આ વર્ષે કોરાનાને કારણે કડક ગાઇડલાઇન્સ છે એટલે મોટા ભાગના લોકો નવરાત્રિ નહીં જ માણવા મળે એવું માની બેઠા છે. જોકે આ નવરાત્રિના આયોજક જિતેન્દ્ર મહેતાએ સરકારે આપેલી તમામ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને ‘રાસ રંગ’ની ટ્રેડિશન જાળવી રાખવાનું નક્કી કર્યું છે. પાલકપ્રધાન એકનાથ શિંદેની પ્રેરણાથી શરૂ થયેલો આ પરંપરાગત ઉત્સવ આ વર્ષે વર્ચ્યુઅલી યોજાશે, જેમાં ખેલૈયાઓ નૈતિક નાગડાના તાલે પોતાના ઘરે ગરબા રમી શકશે. આ નવરાત્રિનું લાઇવ પ્રસારણ યુટ્યુબ અને ફેસબુક જેવાં સોશ્યલ મીડિયા અને હેથવે, રાજેશ કેબલ, હોમ કેબલ, ડેસ્ટિની કેબલ જેવાં કેબલ નેટવર્ક પર પણ જોવા મળશે.
‘રાસરંગ-થાણે’ની નવરાત્રિ અવ્વલ દરજ્જાના આયોજન અને ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપવા માટે જાણીતી છે. ઢોલકિંગ નૈતિક નાગડા સાથે વર્સેટાઇલ સિંગર્સ ઉમેશ બારોટ, કોશા પંડ્યા, શરદ લશ્કરી, દિવ્યા જોષી અને અંબર દેસાઈની ટીમ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રિમાં ધમાલ મચેલી જોવા મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ રંગનું આયોજન એમસીએચઆઇ-ક્રેડાઇ થાણે, આશર ગ્રુપ, જીતો અને જનસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા થયું છે.

mumbai mumbai news navratri