વિરારમાં દીકરી ન હોય તેને કન્યાદાન કરવાનો અનોખો સમૂહ તુલસીવિવાહ મહોત્સવ

04 November, 2014 03:26 AM IST  | 

વિરારમાં દીકરી ન હોય તેને કન્યાદાન કરવાનો અનોખો સમૂહ તુલસીવિવાહ મહોત્સવ



હા, સાંભળીને લાગશે કે કોઈ દીકરીના લગ્નનો પ્રસંગ હશે. જોકે આવાં બધાં દૃશ્યો જોવા મળ્યાં ગઈ કાલે વિરારમાં મોટા પાયે યોજાયેલા સામૂહિક તુલીસવિવાહ મહોત્સવમાં. વિરાર (વેસ્ટ)ના વિષ્ણુ પ્રતિભા હૉલમાં યોજાયેલા આ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ ધામધૂમથી તુલીસવિવાહ કરવામાં આવ્યા હતા.

આ વિશે વધુ માહિતી આપતાં ભક્તિ ભજન મંડળનાં મધુ દનેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેમ એક લગ્નપ્રસંગ હોય એ જ રીતે મોટા પાયે અમે તુલસીવિવાહનો આ પ્રસંગ રાખ્યો હતો. વિરાર (વેસ્ટ)ના વિરાટનગરથી અમે જે બાળકને કૃષ્ણ બનાવેલો તેની જાન વાજતે-ગાજતે સાંજે હૉલ સુધી લઈ ગયા હતા. ત્યાં પૂજારીએ મંત્રોચ્ચાર અને અગ્નિદેવની સામે ફેરા લેવડાવ્યા હતા. આમાં ખાસ એ હતું કે દીકરીઓનું મહત્વ સમજવા અમે જે મા-બાપને દીકરી નથી એને કન્યાદાન કરવા આપીએ છીએ જેથી તેઓ પણ કન્યાદાનનો લાભ લે અને બીજા પણ તેમને જોઈ દીકરીનું મહત્વ સમજે. લગ્ન પારંપરિક રીતે કરવામાં આવે છે જેથી બાળકો પણ આપણી પારંપરિક પ્રથાઓનું મહત્વ સમજી શકે. આમ દરેકે પોતાની તુલસી લાવીને વિવાહ કરાવ્યા હતા. અમારા મંડળ દ્વારા ભજન-કીર્તન તથા તુલસીવિવાહ કરીને દીકરીની વિદાય કરવામાં આવી હતી.’

- પ્રીતિ ખુમાણ ઠાકુર