વિરારમાંથી ગેરકાયદે રાખવામાં આવેલાં સિલિન્ડરો જપ્ત થયાં

22 December, 2011 07:37 AM IST  | 

વિરારમાંથી ગેરકાયદે રાખવામાં આવેલાં સિલિન્ડરો જપ્ત થયાં



ગૅસસિલિન્ડરની અછતને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે એનો ફાયદો કાળાબજારિયાઓ અધિકારીઓની સાથે મળી ઉઠાવી રહ્યા હોવાનો આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) આ પ્રશ્ને વારંવાર રજૂઆત કરતી હતી, પણ કોઈ પગલાં ન લેવામાં આવતાં નહોતાં. એમએનએસના નેતાઓએ  આપેલી માહિતીને આધારે પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય પાટીલ અને ભારત ગૅસના ઑફિસર નાઈકે પાડેલા દરોડામાં કમર્શિયલ તેમ જ ઘરવપરાશના ઉપયોગમાં લેવાતાં ૨૫ જેટલાં ખાલી તેમ જ ભરેલાં સિલિન્ડર મળી આવ્યાં હતાં. તેમની પાસે સિલિન્ડરની હેરાફેરી માટે વપરાતાં વાહનોમાં એક સ્કૂટી, બોલરો ટેમ્પો પિક-અપ અને બજાજ ટેમ્પો સહિત ગૅસના ચૂલા, વજનકાંટો અને બાવીસ હજાર રોકડા મળી આવ્યા હતા. દરોડા સમયે દુકાનમાં રહેલા ચાર આરોપીઓ મોહનરામ વિષ્ણોઈ (૩૫), ફરસરામ વિષ્ણોઈ (૨૪), કૈલાશ વિષ્ણોઈ (૨૦) અને શ્રીરામ વિષ્ણોઈ (૨૨)ની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓને વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસકસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.