વિરારના સિલિન્ડર-બ્લાસ્ટમાં વધુ એકનું મોત : ૫નાં મૃત્યુ, ૧૬ જખમી

26 November, 2012 05:50 AM IST  | 

વિરારના સિલિન્ડર-બ્લાસ્ટમાં વધુ એકનું મોત : ૫નાં મૃત્યુ, ૧૬ જખમી



આ બ્લાસ્ટ સ્ટેશન પાસે આવેલા એકવીરા બિલ્ડિંગના ગોડાઉનમાં સવારે સાડાઆઠ વાગ્યે થયો હતો. બ્લાસ્ટ થયો એ વખતે ગેરકાનૂની રીતે એલપીજી મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. આ ઘટનામાં ગોડાઉનના માલિક દિલીપ જૈનનું પણ મૃત્યુ થયું હતું.

વિરારમાં દિલીપ રિક્ષા-ડ્રાઇવરોને ગેરકાયદે રીતે એલપીજી સપ્લાય કરતો હતો. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘એલપીજી ટ્રાન્સફર કરવાનું કામ આ ગોડાઉનમાં ઘણાં વષોર્થી ચાલી રહ્યું હતું. ઘણા રહેવાસીઓએ આ કામ બંધ કરવાની ગોડાઉનના માલિકને વિનંતી પણ કરી હતી.

આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ત્રણ યુવકો ગોદામની બાજુની રેસ્ટોરાંમાં વેઇટર હતા. આ દુર્ઘટનામાં જખમી થયેલાઓને નજીકની સંજીવની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ઘનશ્યામ ગુપ્તા સહિત ત્રણની તબિયત ગંભીર હતી અને અન્ય બે જણ ૨૦થી ૩૦ ટકા બળી ગયા હોવાથી તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે ઘનશ્યામ ૬૫ ટકા બળી ગયો હોવાથી તેને કેઈએમ હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યો હતો.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ

કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ