ડીમોલિશન બાદ વિલે પાર્લેની ફેમસ અલ્ફા માર્કેટ ફરી ધમધમે છે

22 January, 2021 09:56 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

ડીમોલિશન બાદ વિલે પાર્લેની ફેમસ અલ્ફા માર્કેટ ફરી ધમધમે છે

ડીમોલિશન બાદ વિલે પાર્લેની ફેમસ અલ્ફા માર્કેટ ફરી ધમધમે છે

વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી ફેમસ અલ્ફા માર્કેટની અંદાજે ૨૦૦ ગેરકાયદે દુકાનો પર ગયા અઠવાડિયે સુધરાઈએ બુલડોઝર ફેરવ્યા બાદ અમુક સ્ટૉલ્સ પાછા શરૂ થઈ ગયા છે. પરિણામે સ્થાનિક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે, સ્થાનિક નગરસેવકનું કહેવું છે કે અમને પણ જાણવા મળ્યું છે કે અમુક સ્ટૉલવાળા પાછા આવી ગયા છે, પણ રહેવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સુધરાઈની ડિમોલિશન ડ્રાઇવ સતત ચાલતી રહેવાની છે.
વિલે પાર્લે-વેસ્ટમાં આવેલી અલ્ફા માર્કેટ શૉપિંગ લવર્સ માટે મસ્ટ ગો જગ્યા છે. તેને મીની દુબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહરગામથી પણ લોકો શોપિંગ કરવા માટે અહીં આવતા હોય છે.
અલ્ફા માર્કેટમાં ફૂટપાથ પર ગેરકાયેદે દુકાનો હોવાને લીધે શૉપિંગ કરવા આવનારા રોડ પર જ વાહનો પાર્ક કરતા હોવાને લીધે ટ્રાફિક-જૅમની સમસ્યા પણ ખૂબ જ વધી ગઈ હતી. આ એરીયામાં કૂપર હોસ્પિટલ પણ આવેલી છે જે અહીંથી માત્ર બે મિનીટનો રસ્તો છે પરંતુ આ દુકાનોને કારણે રસ્તો બ્લોક થઈ જવાને કારણે એમ્બ્યુલ્સને નીકળતા પંદર મીનીટથી વધુ સમય લાગતો હતો.
આ બાબતે સ્થાનિક રહેવાસી લલીત બમ્બાનીએ મિડ-ડેને કહ્યું હતું કે હું ૪૫ વર્ષથી વીસ્તારમાં રહું છું. ઓપન સ્પેસમાં ગેરકાયદે દુકાનો પર કાર્યવાહી થતાં હવે પસાર થતાં ઘણી રાહત થાય છે કેમકે કાર લઈને નીકળતા કે પછી ચાલીને જતા બે મીનીટના અંતરનો રસ્તો કાપતા વીસ મીનીટ લાગી જતી હતી. ગેરકાયદે દુકાનો પર એક્શન લીધા પછી હવે સારી રીતે પસાર થઈ શકાય છે. જોકે, અમુક લોકો પાછા આવી ગયા છે. સુધરાઈએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે પહેલા જેવી ‌્સ્થિતિ ના થઈ જાય.’
આ બાબતે બિિલ્ડંગ અને ફેકટરી ડિપાર્ટમૅન્ટનાં આસીસટન્ટ એન્જીનીયર રવિન્દ્ર ઘાટગેએ મિડ-ડેને કહ્યું હતું કે આલ્ફા માર્કેટમાં ઓપન સ્પૅસમાં વર્ષોથી ગેરકાયદે દુકાનો ખોલીને ધંધો કરાતો હતો જેથી લોકોને પસાર થવા માટે પૂરતી જગ્યા પણ મળતી નહોતી અને ટ્રાકિફની પણ ભયંકર સમસ્યા સર્જાતી હતી આથી બધી સમસ્યાનો હવે ઉકેલ આવે એ માટે ગેરકાયદે બસો દુકાનોને તોડી પાડી હતી. હવે રેગ્યુલર ધોરણે અમે ગેરકાયદે બાંધકામ પર એક્શન લઈશુ જેથી ફુટપાથ હોય કે પછી કમ્પલસરી ઓપન સ્પેસ હોય ત્યાં કોઈ ગેરકાયદે દુકાનો કે સ્ટોલ્સ બાંધી શકે નહીં.
આ બાબતે સ્થાનિક નગર સેવિકા સુનિતા મહેતાએ મિડ-ડેને કહ્યું હતું કે ‘બીએમસીની કાર્યવાહી બાદ સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે. જ્યાં સુધી અમુક સ્ટૉલવાળા પાછા આવી જવાની વાત છે તો સુધરાઈની ગાડી ફરતી રહેવાની છે અને સાંજના સમયે પોલીસની ગાડી પણ તૈનાત હોય છે. અમે ફરીથી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવાના છીએ.’

mumbai mumbai news urvi shah-mestry