વિલ પાર્લેચા પેશવાની થીમ ઑર્ગન-ડોનેશન

21 September, 2012 07:34 AM IST  | 

વિલ પાર્લેચા પેશવાની થીમ ઑર્ગન-ડોનેશન



મેઘના શાહ

વિલે પાર્લે-ઈસ્ટના આઝાદ રોડ પાસે આવેલા વિલે પાર્લેચા પેશવાનું ગણપતિ મંડળ સામાજિક ભાવનાને ધ્યાનમાં રાખીને દર વર્ષે અલગ-અલગ થીમ રાખે છે અને આ વર્ષની થીમ ઑર્ગન-ડોનેશન છે. બાલ ગોપાલ મિત્ર મંડળ છેલ્લાં બાર વર્ષથી ગણેશોત્સવમાં ભાગ લઈ રહ્યું છે અને બે વખત મુંબઈ ગણેશોત્સવ કૉમ્પિટિશનમાં પ્રાઇઝ-વિનર રહી છે. પાંચ વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની મૂર્તિ બનાવીને પર્યાવરણનું પણ ધ્યાન રાખી રહ્યું છે. આ વર્ષની ગણપતિની મૂર્તિ કાગળમાંથી મંડળોના કાર્યકર્તાઓએ પોતે જ બનાવેલી છે. ૧૪ ફૂટના ગણપતિ બાપ્પા ડમરુ પર બેઠેલા છે અને ખૂબ સુંદર અને મોહનીય લાગે છે.

આ મંડળના કાર્યકર્તા વિજય નાયકપુડેએ આ થીમ પર વધુ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે દર વર્ષે અલગ-અલગ થીમ રાખીએ છે અને ભક્તોનો અમને સારો રિસ્પૉન્સ પણ મળે છે. આ વર્ષની આવી થીમ રાખવા પાછળનું કારણ એ છે કે આપણા સમાજમાં ઘણી વ્યક્તિઓ એવી છે કે જેમના શરીરમાં આંતરિક અને બાહ્ય તકલીફો ઘણી હોય છે તો આપણે એક માણસાઈ તરીકે તેમની મદદ કરીએ તો એક વ્યક્તિ દીઠ એક માણસને આપણે જિંદગીભરની ખુશી આપી શકીએ. એટલે આમે સમાજને માત્ર આ થીમ દ્વારા એટલું જ કહેવા માગીએ છે કે તમે પણ તમારા ઑર્ગનનું ડોનેશન કરવામાં પાછળ નહીં રહી જતા.

પહેલાં અમે પીઓપીની મૂતિ લાવતા હતા, પણ પછી અમે જોયું કે આ મૂર્તિ પાણીમાં વિસર્જિત થતાં એના અવયવો છૂટા પડી જાય છે અને પછી એમાં પાપ પણ લાગે છે. એટલે અમે છેલ્લાં પાંચ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ પણ છે અને રાખીએ છે. આ વર્ષે અમે ચાર મૂર્તિ બનાવી છે, જેમાંથી સૌથી મોટી મૂર્તિ અમારા પંડાલમાં સ્થાપિત કરી છે. બાકીની ત્રણ મૂર્તિ કલ્યાણ, ભિવંડી વિસ્તારમાં મોકલી છે.