ગુજરાતી ગાયક-સંગીતકાર રાસબિહારી દેસાઈનું હાર્ટ-અટૅકને કારણે અવસાન

07 October, 2012 05:45 AM IST  | 

ગુજરાતી ગાયક-સંગીતકાર રાસબિહારી દેસાઈનું હાર્ટ-અટૅકને કારણે અવસાન

તેઓ ગુજરાતીમાં ગવાયેલાં દેશભક્તિનાં ગીતો માટે પ્રખ્યાત થયા હતા. તેમનો જન્મ ૧૯૩૫ની ૨૩ જૂને ઉત્તર ગુજરાતના પાટણમાં થયો હતો. દેશભક્તિનાં ગીતો ગાવાને કારણે મળેલી લોકપ્રિયતાને લીધે કારણે તેમને ‘પાટણના મેઘાણી’નું ઉપનામ મળ્યું હતું.

રાસબિહારી દેસાઈને સંગીતનો વારસો તેમનાં માતા-પિતા પાસેથી મળ્યો હતો. તેમના પિતા ડૉ. ચિન્ટુલાલ દેસાઈ તબલાવાદક હતા, જ્યારે માતા પનુલક્ષ્મી ગાયિકા હતાં. તેઓ ફિઝિક્સના પ્રોફેસર હતા અને અમદાવાદની ભવન્સ કૉલેજમાં ફિઝિક્સ વિભાગના વડા તરીકે ફરજ બજાવી હતી. જોકે તેમણે વિદ્યાર્થીઓને ફિઝિક્સની સાથે-સાથે તેમની સંગીત ઍકૅડેમી મારફત ગુજરાતી સંગીતની તાલીમ પણ આપી હતી. તેમણે ‘કાશીનો દીકરો’, ‘માંડવાની જુઈ’ તેમ જ ‘શ્રવણમાધુરી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું. તેમનાં પત્ની વિભાબહેન સારાં ગાયક છે અને ઇન્કમ-ટૅક્સ િવભાગમાં જૉઇન્ટ કમિશનર છે. આ દંપતીએ મળીને ગુજરાતી સંગીતમાં અનેક આલબમ પ્રસ્તુત કયાર઼્ છે.