ચાર બૅન્કને પ્રાઇવેટાઇઝ કરવાની સરકારની તૈયારી

16 February, 2021 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

ચાર બૅન્કને પ્રાઇવેટાઇઝ કરવાની સરકારની તૈયારી

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે મધ્યમ કદની ચાર બૅન્કોને ખાનગીકરણ માટે શૉર્ટલિસ્ટ કરી છે. ટૂંક સમયમાં આ ચાર બૅન્કોને ખાનગીકરણ કરાય એવી શક્યતા છે. શૉર્ટલિસ્ટ કરાયેલી બૅન્કોમાં બૅન્ક ‍ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાનો સમાવેશ છે.

સરકારી બૅન્કોમાંથી પોતાનો હિસ્સો વેચીને સરકાર પોતાની આવક વધારવા અને એ પૈસા સરકારી યોજનાઓ પર ખર્ચ કરવા માગે છે. જોકે હજારો કર્મચારીઓ ધરાવતી સરકારી બૅન્કોના ખાનગીકરણથી કર્મચારીઓની નોકરી પર સંકટ આવી શકે છે, જે રાજકીય દૃષ્ટિએ એક જોખમી પગલું સાબિત થઈ શકે છે. શૉર્ટલિસ્ટ કરાયેલી ચારમાંથી બે બૅન્કોનું ખાનગીકરણ નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં કરવામાં આવશે.

mumbai mumbai news