પબ્જી રમવામાં તલ્લીન યુવાને તળાવમાં ડૂબીને જીવ ગુમાવ્યો

30 August, 2019 12:35 PM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

પબ્જી રમવામાં તલ્લીન યુવાને તળાવમાં ડૂબીને જીવ ગુમાવ્યો

પબ્જી રમવામાં તલ્લીન યુવાને તળાવમાં ડૂબીને જીવ ગુમાવ્યો

મંગળવારે મોડી રાતે ૨૧ વર્ષનો એક યુવાન વસઈમાં આવેલા તળાવની પાળ પર બેસીને પબ્જી ગેમ રમી રહ્યો હતો ત્યારે લપસીને તળાવમાં પડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બુધવારે સવારે જ્યારે તેની માતાએ વાલીવ પોલીસ પાસે તેનો પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની ઓળખ આકાશ દીક્ષિત ઊર્ફે આકાશ ઝા તરીકે કરવામાં આવી છે જે ધાનીવ વસઈ ફાટા ખાતે તેના ઘર નજીક આવેલા તળાવની પાળ પર બેસીને ગેમ રમી રહ્યો હતો. તેની માતાએ બોલાવ્યો ત્યારે તેણે જણાવ્યું કે ગેમ પૂરી કરીને જ પરત આવશે, પણ તે સવાર સુધી ઘરે ન આવતાં માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. બુધવારે પોલીસને આકાશનો મૃતદેહ તળાવમાં તરતો મળી આવ્યો હતો.

mumbai vasai