વસઈ-વિરારને સૅટેલાઇટ સિટી બનાવવા ૫૫૭ કરોડનો પ્રોજેક્ટ

13 October, 2014 06:07 AM IST  | 

વસઈ-વિરારને સૅટેલાઇટ સિટી બનાવવા ૫૫૭ કરોડનો પ્રોજેક્ટ

કેટલીક મહત્વાકાંક્ષી યોજનાની માહિતી આપતાં બહુજન વિકાસ આઘાડીના વસઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર હિતેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે ‘શહેરને આધુનિક બનાવવા માટે ૫૫૭ કરોડ રૂપિયાના ખર્ચે સૅટેલાઇટ સિટી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ અંતર્ગત ૬૬ કરોડ રૂપિયાના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ગટરો બાંધવાના પહેલા તબક્કાનું કામ જારી છે. આને લીધે શહેરમાં ગટરોની ગંદકીની સમસ્યા દૂર થશે. હવે બીજા તબક્કાના વિકાસ પ્રોજેક્ટની ૧૨૩૮ કરોડ રૂપિયાની પ્રપોઝલ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. શહેરમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ માટે કેન્દ્ર સરકાર પાસે ૩૨.૭૩ કરોડ રૂપિયા મંજૂર કરાવવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ માટે ૧૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાથી ૧૪ આધુનિક વાહનો છે. ૪૦ મીટરની હાઇટ સુધી પહોંચવા માટે ટર્ન ટેબલ લેડર પણ ઉપલબ્ધ છે. એ સિવાય ઘરે-ઘરે રાંધણગૅસ મળે એ માટે ગૅસ ઑથોરિટીની મંજૂરી મળી ગઈ છે.