વસઈમાં સિલિન્ડર-બ્લાસ્ટને પગલે પાડોશનાં ચાર ઘરનો પણ ભુક્કો

20 November, 2014 05:36 AM IST  | 

વસઈમાં સિલિન્ડર-બ્લાસ્ટને પગલે પાડોશનાં ચાર ઘરનો પણ ભુક્કો


ગઈ કાલે દરરોજની જેમ કિસ્નુદેવ તો તેના કામ પર સવારે નીકળી ગયો હતો. પૂનમ તેની દીકરી શીતલને લઈને ડૉક્ટર પાસે ગઈ હતી, જ્યારે બીજા બન્ને નાના દીકરાઓ ઘરમાં રમી રહ્યા હતા. પાડોશમાં રહેતી મહિલાને સિલિન્ડરમાંથી ગૅસ લીક થવાની દુર્ગંધ આવતાં તે તરત જ તેમના ઘરે ગઈ હતી. ગૅસ લીક થતો હોવાથી અનીતા સિંહ નામની પાડોશણ બન્ને બાળકોને જલદીથી બહાર લઈને આવી ગઈ હતી. અનીતા તેમને લઈને બહાર આવી એની થોડી જ સેકન્ડમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના ધડાકાના અવાજને કારણે બાળકો ખૂબ જ ડરી ગયાં હતાં. ઉપરાંત બ્લાસ્ટે ચાલમાં રહેલાં અન્ય ચાર ઘરની હાલત કફોડી કરી નાખી હતી. એમાં પૂનમનું ઘર તો એકદમ જ તૂટી ગયું છે. ત્યાર બાદ તરત જ ફાયર-બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને એણે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ વિશે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. એક જ અઠવાડિયામાં સિલિન્ડર-બ્લાસ્ટ થવાનો આ બીજો કેસ છે. આ બન્ને કેસમાં ઘરમાલિક અને આસપાસમાં રહેતા લોકોને પણ ભારે નુકસાન થયું હતું. એથી પોલીસે પણ લોકોને સિલિન્ડર બાબતે સાવચેત રહેવાનું આહ્વાન કર્યું છે.