વસઈમાં ટીનેજર પર ગૅન્ગરેપ એક આરોપી પકડાયો, ત્રણ ફરાર

09 October, 2012 04:56 AM IST  | 

વસઈમાં ટીનેજર પર ગૅન્ગરેપ એક આરોપી પકડાયો, ત્રણ ફરાર



વસઈ (ઈસ્ટ)ના વાકણપાડા પરિસરમાં આવેલા ચૌધરી કમ્પાઉન્ડમાં રહેતી ૧૬ વર્ષની એક છોકરી પર રવિવારે રાત્રે ચાર યુવકોએ ગૅન્ગરેપ કર્યો હતો. વાલિવપોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ૧૯ વર્ષના શૈફ મીરા જુલહબ સૈયદની અટક કરી હતી. પકડાયેલા આરોપીની પોલીસે તપાસ કરી તેની પાસેથી તેના સાથીદારોની માહિતી લીધી છે. આ ચારેય આરોપી વાકણપાડાના જ રહેવાસી છે. ૧૬ વર્ષની છોકરી ઘરેથી ઊતરીને દુકાને જઈ રહી હતી ત્યારે આ ચારેય યુવકોએ તેના પર નજર રાખી હતી. તેઓ તેને હેરાન પણ કરી રહ્યા હતા. દુકાનમાંથી છોકરી કમ્પાઉન્ડમાં જઈ રહી હતી ત્યારે ત્યાં કોઈ હતું નહીં એટલે એનો ફાયદો લઈને ચારે જણે છોકરી પર રેપ કર્યો હતો. આ બનાવની માહિતી છોકરીએ તેની માતાને આપી એટલે તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.