વસઈમાં ગણપતિ મંડળે બતાવ્યું લાઇવ ફાયર-ડેમોસ્ટ્રેશન

25 September, 2012 04:51 AM IST  | 

વસઈમાં ગણપતિ મંડળે બતાવ્યું લાઇવ ફાયર-ડેમોસ્ટ્રેશન

આ વખતે મંડળે મંત્રાલયની આગ પર આખી થીમ તૈયાર કરી છે. એમાં તેમણે વસઈ-વિરાર મહાનગરપાલિકા અને સુધરાઈની મદદથી લાઇવ ફાયર-ડેમોસ્ટ્રેશન દેખાડ્યું હતું. વસઈ-વિરાર મહાનગરપાલિકાના વીસ કર્મચારીઓ અને સુધરાઈના ચાર કર્મચારીઓ દ્વારા આ ડેમોસ્ટ્રેશન દેખાડવામાં આવ્યું હતું. મંત્રાલયની આગ લાગી એ સમયે સુધરાઈની ફાયર-બિગ્રેડના જે કર્મચારીઓ ઑપરેશનમાં ઇન્વૉલ્વ હતા તેઓ જ અહીં ડેમોન્સ્ટ્રેશન કરવા આવ્યા હતા.

આ ડેમોસ્ટ્રેશનમાં એક ઇમારતની ટેરેસ પર આગ લગાડવામાં આવી હતી અને ફાયર-કર્મચારીઓ એમાંના લોકોને સુરક્ષિત નીચે ઉતારતા હતા. ગ્રાઉન્ડમાં એક ઝૂંપડીમાં આગ લગાડી એને ઓલવવામાં આવી હતી અને લોકોને બચાવવામાં આવ્યા હતા. દોરડાં અને ફાયર-બ્રિગેડનાં ઉપકરણો દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા. બૉમ્બ-સ્ક્વૉડ તથા ડૉગ-સ્ક્વૉડ પણ ઘટનાસ્થળે આવી હતી.

તસવીરો : હનીફ પટેલ