વસઈ-દીવા લોકલને વિરારથી શરૂ કરવાની ડિમાન્ડ

29 December, 2011 05:06 AM IST  | 

વસઈ-દીવા લોકલને વિરારથી શરૂ કરવાની ડિમાન્ડ

 

વિરાર-બોરીવલી પશ્વિમ રેલ્વેલાઇનને ચાર લેન કરવા છતાં પીક-અવર્સ દરમ્યાન જોઈએ એ પ્રમાણમાં ટ્રેનોની સંખ્યા વધી નથી એટલે પાંચ લાખ કરતાં વધારે પ્રવાસીઓએ ભારે હાલાકી ભોગવીને મુંબઈ સુધીનો પ્રવાસ ખેડવો પડતો હોય

છે. તેમને પૂરતા પ્રમાણમાં ટ્રેનો પૂરી પાડવી જોઈએ. એમાંની સૌપ્રથમ માગણી તો દીવા-પનેવલ જવા માટે વસઈથી છૂટતી ટ્રેનોને વિરારથી શરૂ કરવી જોઈએ. વિરાર માત્ર પશ્વિમ રેલ્વેનું જ નહીં, સેન્ટ્રલ રેલ્વેને પણ જોડતું મહત્વનું જંક્શન છે. સુરત, વલસાડ, વાપી, દહાણુ તથા પાલઘરથી આવતા હજારો મુસાફરો મુંબઈ જવા વિરાર ઊતરતા હોય છે. તેમને કલ્યાણ પહોંચી કર્જત, કસારા લોકલ પકડવી સહેલી પડે તેમ જ થાણે તથા કલ્યાણ અપ-ડાઉન કરવામાં પણ સરળતા રહે એ માટે પણ વિરારથી જ દીવા-પનેવલ જવા માટેની લોકલ ટ્રેન શરૂ કરવી જોઈએ. કર્જત, કસારા લોકલ જે કલ્યાણ સુધી ફાસ્ટ હોય છે એને કોપર સ્ટેશન પર સ્ટૉપ આપવાની માગણી પણ કરવામાં આવી છે. અત્યારે વિરારના મુસાફરોને છેક દાદર થઈને સેન્ટ્રલ રેલ્વે તરફ જવું પડે છે. તેમને આ નિર્ણયથી રાહત થશે એટલે જ આ ડિમાન્ડ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી છે.