મીરા-ભાઇંદર અને વસઈ-વિરારના રહેવાસીઓનો જીવ જોખમમાં

23 October, 2014 10:16 AM IST  | 

મીરા-ભાઇંદર અને વસઈ-વિરારના રહેવાસીઓનો જીવ જોખમમાં


પ્રીતિ ખુમાણ ઠાકુર

મીરા-ભાઈંદર અને વસઈ-વિરારના રહેવાસીઓના જીવ દિવાળીના તહેવારમાં જોખમમાં મુકાય એમ છે. આ બન્ને સુધરાઈના રસ્તાઓ પર આડેધડ ફટાકડા વેચતા સ્ટૉલ ઊભા કરવામાં આવ્યા છે. સુધરાઈ દ્વારા લોકોની સુરક્ષિતતાને ધ્યાનમાં રાખીને ફટાકડાના વિક્રેતાઓ માટે ખુલ્લી જગ્યાઓ પણ આપી છે જ્યાં તેઓ ફટાકડા વેચી શકે. એમ છતાંય રસ્તાઓ પર પરવાનગી વગરના સ્ટૉલ જોવા મળી રહ્યા છે જે લોકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરે છે.

 મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં દર વખતે ખૂબ જ ઓછી જગ્યાએ ક્યાંક ગેરકાયદે ફટાકડા વેચવાના સ્ટૉલ ઊભા કરીને વિક્રેતાઓ વેચતા હોય છે, પણ સુધરાઈ દ્વારા કાર્યવાહી થતાં એ પણ બંધ કરાવવામાં આવે છે. જોકે આ વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં રસ્તાઓ પર ફટાકડા વેચવાના સ્ટૉલ ઊભા થતા હોવાથી અસુરક્ષિતતા સાથે ટ્રાફિકની પણ ભયંકર તકલીફ ઊભી થઈ રહી છે.

નાલાસોપારા-ઈસ્ટમાં ટાંકી રોડ પર રહેતા સુધીર પોપટે આ વિશે જણાવ્યું હતું કે ‘અમારે ત્યાં ઇલેક્ટિÿકલ થાંભલા પાસે એક નાનું ટ્રાન્સફૉર્મર છે. એકદમ એની બાજુમાં જ ફટાકડાની મોટી દુકાન ઊભી કરવામાં આવી છે. આ ટ્રાન્સફૉર્મરમાંથી લગભગ ૮થી ૧૦ સોસાયટીની લાઇટની સપ્લાય કરવામાં આવે છે. એમ છતાંય આ રીતે મંડપ બાંધી ફટાકડા વેચવામાં આવી રહ્યા હોવાથી આસપાસની સોસાયટીના રહેવાસીઓએ ભારે વિરોધ દાખવ્યો છે. આસપાસ આવેલી પટેલ અપાર્ટમેન્ટ, અંબિકા સોસાયટી, રઘુકુલનગર, અપનાનગર સોસાયટી વગેરે સોસાયટીનાં લગભગ ૨૦૦ કુટુંબના સભ્યોએ વિરોધ દાખવ્યો છે. સ્ટૉલને લાઇટ પણ આમાંથી જ આપવામાં આવી છે. આ રીતે આચોલે રોડ પર સંગમ મેડિકલ પાસે અને મહાવિતરણની ઑફિસ પાસે પણ આ રીતે સ્ટૉલ ઊભા કરવામાં આવ્યા હોવાથી કેટલું ડેન્જરસ છે એ તો સમજી શકાય એમ જ છે. આ સ્ટૉલવાળાઓને કોઈનો ભય પણ નથી અને તેમણે મનફાવે એ જગ્યાએ સ્ટૉલ ઊભા કર્યા છે.’

મીરા રોડમાં હાટકેશ વિસ્તારમાં રહેતા ગિરીશ ભારાણીએ જણાવ્યું હતું કે ‘ફટાકડા વેચનારાઓ આ રીતે કેવી રીતે સ્ટૉલ ઊભા કરી શકે છે? કોઈ પણ સ્ટૉલ જોશો તો એમાં ફાયર-સેફ્ટી માટે કોઈ પગલાં લીધેલાં તમને દેખાશે નહીં. નાનાં બાળકો આ સ્ટૉલમાં ફટાકડા લેવા જતાં હોય છે એમ છતાંય ત્યાં કોઈ સુરક્ષા નથી. લોકો પણ દિવાળીના સમયે માર્કેટ વિસ્તારમાં વધુ જોવા મળતા હોય છે. એમ છતાંય સુધરાઈ દ્વારા કેમ કોઈ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી?’

સુધરાઈનું શું કહેવું છે?

વસઈ-વિરાર સુધરાઈના એક અધિકારીએ આ વિશે માહિતી આપતાં મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને જણાવ્યું હતું કે ‘ઇલેક્શનની ડ્યુટી હોવાના કારણે અમને આ વિશે વધુ ખબર નથી. જોકે આ વિશે તપાસ કરીને અમે યોગ્ય પગલાં લઈશું.મીરા-ભાઈંદર સુધરાઈના અધિકારીએ આ વિશે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘આ વિશે અમને ફરિયાદ આવશે તો તરત જ પગલાં લેવામાં આવશે. પ્રશાસન પોતાની રીતે પણ તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે.’