વર્સોવા-બાંદરા સી-લિન્કને પરિણામે વાહનચાલકોની ૪૫ મિનિટ બચશે

07 December, 2012 06:33 AM IST  | 

વર્સોવા-બાંદરા સી-લિન્કને પરિણામે વાહનચાલકોની ૪૫ મિનિટ બચશે


મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ના ૪૩૪૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (એમસીઝેડએમએ)એ મંજૂરી આપી દીધી છે તેમ જ અંતિમ મંજૂરી માટે મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ ઍન્ડ ફૉરેસ્ટ (એમઓઈએફ)ને મોકલી આપ્યો છે. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે પાંચ વર્ષની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. એમએસઆરડીસીના અંદાજ પ્રમાણે વર્સોવા-બાંદરા

સી-લિન્કને પરિણામે ૧૪ સિગ્નલ ઘટી જતાં વાહનચાલકોની ૪૫ મિનિટ બચશે. સુપર-સ્ટ્રક્ચરનું સરેરાશ ઊંડાણ ૧૫૦૦ મીટર હશે. ત્રણ કનેક્ટિંગ આર્મ્સની લંબાઈને પણ ગણતરીમાં લેતાં રોડની કુલ લંબાઈ ૧૬ કિલોમીટર થશે.