વાલ્વ બદલવાની જટિલ શસ્ત્રક્રિયાએ ખેડૂતને નવી જિંદગી આપી

23 July, 2020 11:08 AM IST  |  Mumbai | Mumbai correspondent

વાલ્વ બદલવાની જટિલ શસ્ત્રક્રિયાએ ખેડૂતને નવી જિંદગી આપી

ડિસ્ચાર્જ થતા દર્દી સાથે ડાબેથી ડૉક્ટરોની ટીમમાં ડૉ. પ્રવીણ કુલકર્ણી, ડૉ. મનોજ મશરૂ, ડૉ. અજિત મેનન અને ડૉ. મૌલિક પારેખ

સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ૬૨ વર્ષના શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી રહેલા વિઠ્ઠલ કદમ નામના ખેડૂતને બચાવવા માટે પ્રથમ વખત ઇમર્જન્સી ટ્રાન્સકૅથીટર એઑર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) હાથ ધરવામાં આવ્યું હતું. દર્દીના સંબંધી તથા ડૉક્ટરો સંમત થયાના ચાર કલાકની અંદર આ ટીએવીઆર – વાલ્વ-ઇન-વાલ્વ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પોતે પણ એક રેકૉર્ડ છે. છ વર્ષ પહેલાં દર્દીના હૃદયમાં કૃત્રિમ પેશીઓનો વાલ્વ મૂકવામાં આવ્યો હતો, જે સાંકડો થઈ રહ્યો હતો અને તીવ્ર લીકેજ થતું હતું. આ સ્થિતિમાં હૉસ્પિટલની તબીબી ટીમે ટીએવીઆરનો વિકલ્પ સૂચવ્યો હતો. આ ઇમર્જન્સી ટીએવીઆર પ્રક્રિયા દર્દી માટે તારણહાર સાબિત થઈ હતી.

mumbai mumbai news