પત્નીની પતિ સામે ફરિયાદ : પોતે પણ રેપ કર્યો ને મિત્રો પાસે પણ કરાવડાવ્યો

11 March, 2014 03:12 AM IST  | 

પત્નીની પતિ સામે ફરિયાદ : પોતે પણ રેપ કર્યો ને મિત્રો પાસે પણ કરાવડાવ્યો


આરોપીએ પત્નીના હાથ પર દીધેલા ડામ



ભારે ક્રૂર : આરોપી બબલુ ઉર્ફે મકસૂદ શેખ.


તેનો પતિ તેના પર બળાત્કાર કરતો હોવાનો અને પતિએ તેના મિત્ર સાથે પણ તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરીને એની ફિલ્મ બનાવી હોવાનો આક્ષેપ પત્નીએ ફરિયાદમાં કર્યો છે. એ ફરિયાદના આધારે વાકોલા પાલીસે તેના પતિની ધરપકડ કરી છે. જોકે ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પહેલાં આ બાબતે FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર NC જ નોંધી હતી.

અઢી વર્ષ પહેલાં પરણેલી ૨૫ વર્ષની યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે ‘અમારાં લગ્નના થોડા દિવસોમાં જ મેં મારા પતિને અમારા ઉપરના માળ પર રહેતી શબાના નામની મહિલા સાથે સંભોગ કરતાં પકડી પાડ્યો હતો. મેં જ્યારે એનો વિરોધ નોંધાવ્યો ત્યારે પતિએ મારી મારઝૂડ કરી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ પછી તેમણે મારી સામે જ તેની સાથે સંભોગ કર્યો હતો.’

ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘એક વાર મારો પતિ તેના ત્રણ મિત્રો સાથે આવ્યો હતો જેમાંથી તેના એક મિત્રે મારા પર બળાત્કાર કર્યો હતો. જ્યારે મેં મદદ માટે બૂમો પાડી ત્યારે મારો પતિ આવ્યો હતો અને મારી મારઝૂડ કરી હતી. મારો પતિ પૉર્ન મૂવી જોતો હતો અને મને પણ બળજબરીથી એ જ રીતે વર્તવાનું કહીને એનું રેકૉર્ડિંગ કરતો હતો.’

ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે ‘હું આ અઢી વર્ષ દરમ્યાન ઘરની બહાર નહોતી નીકળી શકી, કારણ કે મારા પતિએ મને ઘરમાં ગોંધી રાખી હતી અને મારા પર સતત ફિઝિકલ અત્યાચાર કરતો રહેતો હતો. મારો પતિ મારી મરજી વિરુદ્ધ મારી સાથે સંભોગ કરતો હતો.’

 જોકે ૩ માર્ચે‍ પતિએ મૌલાનાની હાજરીમાં છૂટાછેડા આપ્યા હતા અને પત્નીને પિયરે મૂકી આવ્યો હતો.        

ફરિયાદીએ વધુમાં કહ્યું હતું કે ‘હું રવિવારે બપોરે આ સંદર્ભે‍ ફરિયાદ નોંધાવવા વાકોલા પોલીસ-સ્ટેશન ગઈ હતી, પણ પોલીસે મારો FIR લીધો જ નહોતો. પોલીસે મને અવગણીને માત્ર NC જ નોંધી હતી. છેવટે મોડી રાતે પોલીસે હેરાન કરીને FIR નોંધ્યો હતો.’

આ બાબતે વાકોલા પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુનીલ માનેએ કહ્યું હતું કે ‘આ કેસ સંદર્ભે‍ અનેક ફૅક્ટર્સ ચકાસવાં જરૂરી હતાં અને એ ચકાસ્યા બાદ જ એને જ્ત્ય્માં સમાવવામાં આવ્યાં હતાં એટલે એ કાર્યવાહી કરવામાં સમય લાગ્યો હોવાથી FIR નોંધવામાં મોડું થયું હતું.’