વાગડ વીશા ઓસવાળ સમાજની ઑનલાઈન હાઉઝી સુપરહિટ

01 June, 2020 12:17 PM IST  |  Mumbai Desk | Alpa Nirmal

વાગડ વીશા ઓસવાળ સમાજની ઑનલાઈન હાઉઝી સુપરહિટ

મુંબઈ અને દેવલાલીથી હાઉઝી રમવામાં વ્યસ્ત વાગડ વીશા ઓશવાળ સમાજના લોકો.

શનિવારે રાત્રે વાગડ વીશા ઓશવાળ સમાજની દરેક વ્યક્તિઓ પોણા દસ વાગ્યાથી પોતાના મોબાઇલમાં કમ્યુ ટ્રી એપ્લિકેશન ખોલીને બેસી ગઈ હતી. તેમાં હાઉઝી તો શાર્પ દસ વાગ્યે જ શરૂ થવાની હતી, પણ દરેક લોકો એટલા એક્સાઇટેડ હતા કે ૧૫-૨૦ મિનિટ પહેલાથી સૌ સાબદા થઈ ગયા હતા.
વાગડ કલા કેન્દ્ર અને કમ્યુ ટ્રીએ સંયુક્ત રીતે આખા સમાજના લોકોને એક જ સમયે, એક જ દિવસે, એક જ પ્લૅટફૉર્મ પરથી હાઉઝી રમાડવાનું નક્કી કર્યું હતું - જેને સમાજના ૧૫,૦૦૦ લોકોએ વધાવી લીધો હતો. કમ્યુ ટ્રીના અમિત છેડા ‘મિડ-ડે’ને કહે છે ‘દેશ-દુનિયાનાં વિવિધ શહેરોમાં રહેતા ૮થી ૧૦ વર્ષનાં બાળકો સહિત ૮૦-૯૦ વર્ષના વયસ્કો પણ હાઉઝી રમ્યાં હતાં.’ કમ્યુ ટ્રીના અતુલ નિશર ઉમેરે છે ‘મેં અને અમિતે ફર્સ્ટ લૉકડાઉનમાં આખી અૅપ ડેવલપ કરી. બીજા ફૅઝમાં અમે અમારા ફૅમિલી ગ્રુપમાં તેનું ટેક્નિકલ ટેસ્ટિંગ કર્યું, જરૂરી ઇમ્પ્રુવમેન્ટ કરી તેને વધુ સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કર્યો. અને કમ્યુ ટ્રીના સંસ્થાપકો તેમાં સક્સેસફુલ સાબિત થયા. આ ઑનલાઇન ગેમ એટલી સરળ હતી કે રમનારે ફક્ત ટચ કરવાનું રહેતું. હાઉઝીના પોસ્ટર ઉપર ક્લિક કરતાં જ તમારા નામે, તમારી એક્સક્લુઝિવ ટિકિટ ઇશ્યુ થઈ જાય. સરળ ભાષામાં રમત રમવાના નિયમો આવી જાય. એક પછી એક નંબર ડ્રો થતા જાય તે સ્ક્રીન પર ઝળકે. તમારામાં એ નંબર હોય તો નંબર પર ટચ કરો, તેનું માર્કિગ થઈ જાય. એટલું જ નહીં સ્ક્રીન ઉપર ડ્રો કરેલા નંબરનું બોર્ડ પણ દેખાતું રહે. જેથી કોઈ નંબર ટેલી કરવો હોય તો જાતે જ થઈ શકે. એ સાથે જ ઇનામની વિવિધ કેટેગરી હતી. એ પ્રમાણે ટિકિટમાં તમારા નંબરો થાય ને એ કેટેગરી પર તમે ક્લિક કરો એટલે જો તમે એલિજેબલ હો તો તુરંત મૅસેજ આવી જાય.’ વોટ નેક્સ્ટ્? ના જવાબમાં અમિત છેડા કહે છે ‘અમે આ ગેમને હજુ વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવશું, અને બીજી નવી ગેમ પણ ડેવલપ કરશું. ડિજિટલી આખી કમ્યુનિટી યુનાઇટેડ રહે એ માટે અમે આવા પ્રોગ્રામ કરતા રહેશું. એ ઉપરાંત અત્યારે ગુજરાતી સ્પીકિંગ ૭૦૦થી વધુ સમાજો છે તે દરેક સમાજને ડિજિટલી લિંક કરવાનો વિચાર પણ છે.’

alpa nirmal mumbai mumbai news