વૅક્સિનેશનનો સેકન્ડ ફેઝ સોમવારથી અશક્ય

26 February, 2021 08:32 AM IST  |  Mumbai | Prajakta Kasale

વૅક્સિનેશનનો સેકન્ડ ફેઝ સોમવારથી અશક્ય

ગઈ કાલે નાયર હૉસ્પિટલમાં એક પોલીસ-કર્મચારીએ કોરોના વાઇરસથી બચવાની રસી લીધી હતી. (તસવીર: આશિષ રાજે)

કેન્દ્ર સરકારે કોવિડ-19 વૅક્સિનેશનના પહેલી માર્ચથી શરૂ થતા બીજા તબક્કામાં કોવિડથી સૌથી વધારે જેને ખતરો છે એવા લોકોને અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સને આવરી લેવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જોકે મુંબઈ શહેરમાં વૅક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થવામાં વિલંબ થાય એવી સંભાવના છે.

તમામ વરિષ્ઠ નાગરિકો અને ૪૫ વર્ષ કરતાં વધુ વયના અને એક કરતાં વધુ રોગ ધરાવતા લોકોને હજી કોવિડ-19ની વૅક્સિન અપાઈ નથી. જોકે બીએમસીએ શહેરમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા ૩૦ લાખ છે કે એથી વધુ છે એ સંબંધે હજી સ્પષ્ટતા કરી નથી કે એ એક કરતાં વધુ રોગ ધરાવનારા લોકો વિશે પણ ઘણી ઓછી જાણકારી ધરાવે છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ.

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ એન. કાકાણીએ કહ્યું કે અમારી પાસે વરિષ્ઠ નાગરિકોનો ડેટા ઉપલબ્ધ છે, પરંતુ બીએમસી દરેક વ્યક્તિને રસીકરણ માટેની યાદીમાં સામેલ કરી શકે નહીં. એ અમારી ક્ષમતાની બહાર છે. અમે ગાઇડલાઇન્સની રાહ જોઈ રહ્યા છીએ અને કોવિડ-ઍપ સિવાયના પણ ઑપ્શન મળી શકે.

બીએમસીની સજ્જતા ચકાસવા માટે અનેક મીટિંગ યોજવામાં આવી હોવા છતાં બીજા તબક્કાના રસીકરણનો કાર્યક્રમ ૧ માર્ચથી શરૂ થાય એવી શક્યતા ઘણી ઓછી છે એમ જણાવતાં બીએમસીના આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે ભાગ્યે જ ત્રણેક દિવસ બચ્યા છે અને હજી રજિસ્ટ્રેશનના વિકલ્પ, વૉક-ઇન-સુવિધા, એક કરતાં વધુ રોગ હોવા સંબંધે ચોક્કસ જાણકારી અને એના પુરાવા, પ્રાઇવેટ હૉસ્પિટલના ચાર્જિસ જેવા અનેક મુદ્દા પર અમે સ્પષ્ટ નથી. બીએમસીએ ઘણી કોશિશ કરી હોવા છતાં આટલા ટૂંકા સમયગાળામાં એ રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવા સક્ષમ નથી.

coronavirus covid19 mumbai mumbai news prajakta kasale