આજથી મુંબઈનાં ૯ સેન્ટર પર ફરી વૅક્સિનેશન શરૂ

19 January, 2021 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી મુંબઈનાં ૯ સેન્ટર પર ફરી વૅક્સિનેશન શરૂ

પ્રતીકાત્મક તસવીર

બે દિવસના ગેપ બાદ મુંબઈમાં આજથી ૯ સેન્ટર પર આરોગ્ય કર્મચારીઓને ફરીથી કોવિડ-19 વૅક્સિન આપવાની શરૂઆત કરાશે. મુંબઈ મહાનગરપાલિકાઅે આજથી સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન રજિસ્ટ્રેશન કરાવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓને વૅક્સિન આપવાની જાહેરાત ગઈ કાલે કરી હતી. મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં આવેલાં ૯ સેન્ટરમાં ઊભા કરાયેલા ૪૦ બૂથ પર તબીબી અધિકારી, ડૉક્ટર, કર્મચારી અને નર્સ સહિતના આરોગ્ય સાથે સંકળાયેલા લોકો કોવિડ-19 અૅપમાં રજિસ્ટ્રેશન કરાવીને વૅક્સિનનો ડોઝ લઈ શકશે. મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં ચાર દિવસ રસીકરણ કરવામાં આવશે. 

coronavirus covid19 mumbai mumbai news