ઉત્તર પ્રદેશમાં મહાવીરપ્રભુની અવહેલના થવાથી મુંબઈના જૈન સંઘોની મીટિંગ

24 August, 2012 06:13 AM IST  | 

ઉત્તર પ્રદેશમાં મહાવીરપ્રભુની અવહેલના થવાથી મુંબઈના જૈન સંઘોની મીટિંગ

મુંબઈમાં પણ આ બાબતે જૈનોમાં રોષ વ્યાપો છે એટલે આ બાબતમાં શું રણનીતિ તૈયાર કરવી એ નક્કી કરવા આજે રાતે આઠ વાગ્યે શ્રી વિલે પાર્લે fવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ઍન્ડ ચૅરિટીના નેજા હેઠળ વિલે પાર્લે‍ (વેસ્ટ)ના મહાસુખ ભવનમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગમાં ભાગ લેવા જૈનોના ચારે ફિરકાઓના વિવિધ જૈન સંઘોના શ્રાવકો અને પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

આજની મીટિંગ પૂજ્ય શ્રી લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં યોજાવાની છે. મીટિંગ વિશે માહિતી આપતાં લબ્ધિચંદ્રસાગરજી મ.સા.એ કહ્યું હતું કે ‘અમે અહિંસામાં માનનારા અને શાંતિના ચાહક છીએ. અમે નાનીએવી કીડીને પણ ન મારવા પ્રતિજ્ઞાબદ્ધ છીએ. ભારતમાં આવેલી ૧૬,૦૦૦ પાંજરાપોળમાંથી અંદાજે ૧૨,૦૦૦ જેટલી પાંજરાપોળ જૈનો ચલાવે છે. હૉસ્પિટલો અને કૉલેજોમાં પણ જૈનો સખાવત કરે છે. ભારતનો ૪૦ ટકા ઇન્કમ-ટૅક્સ જૈનો ભરે છે અને ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દર માટે પણ પચીસ ટકા જૈનો જવાબદાર છે. આમ દેશની ઉન્નતિ માટે કામ કરતા જૈનોની લાગણી મહાવીરસ્વામીની પ્રતિમાઓને ખંડિત કરવાથી દુભાઈ છે. અમે સરકાર પર દબાણ લાવવા માગીએ છીએ કે આ કૃત્ય કરનારને પકડી તેમને લાંબી સજા કરવામાં આવે જેથી હવે પછી કોઈ મંદિર, મસ્જિદ કે ગિરજાઘર પર હુમલા ન કરે; ભગવાનની પ્રતિમાઓ તોડવાની હિંમત ન કરે. આ માટે કઈ રીતે વિરોધ નોંધાવવો અને એ બાબતે શું રણનીતિ અપનાવવી એ આજની મીટિંગમાં નક્કી કરવામાં આવશે.’

આદિનાથ જૈન સંઘ, જોગેશ્વરીના ટ્રસ્ટી સ્નેહલ શાહે આ બાબતે કહ્યું હતું કે ‘અમારા ૨૪મા ર્તીથંકર શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા પર લખનઉમાં થયેલો આ હુમલો અમે સમગ્ર જૈન સમાજ પર થયેલો હુમલો માનીએ છીએ. મારી જૈન ભાઈઓને વિનંતી છે કે આજની મીટિંગમાં તેઓ હજારોની સંખ્યામાં હાજર રહે અને જો આ વિરોધ-પ્રદર્શન માટે રસ્તા પર પણ ઊતરવું પડે તો એ માટે તૈયારી રાખે.’