વેસ્ટર્ન રેલવેનાં પચીસ સ્ટેશન બન્યાં સોલર પાવર હાઉસ

01 July, 2026 08:59 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સૌરઊર્જાના ઉપયોગથી રેલવેને દર વર્ષે ૧૩.૪ કરોડ રૂપિયાની સીધી બચત: આગામી બેથી ત્રણ વર્ષમાં ૨.૧૩ મેગાવૉટ પીક (MWp) જેટલી સોલર ક્ષમતા ઉમેરાશે.

માટુંગા રોડ સ્ટેશનના પ્લૅટફૉર્મના રૂફટૉપ પર બેસાડવામાં આવેલી સોલર પૅનલ. તસવીર : રાજેન્દ્ર બી. અકલેકર

હવે પછી વસઈના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર લોકલની રાહ જોતા હો કે બોરીવલી અથવા દાદર સ્ટેશન પર ઊભા હો ત્યારે એક વાર ઊંચે નજર કરજો. તમારા માથે ઝળહળતી લાઇટનો પાવર ૧૫ કરોડ કિલોમીટર દૂરથી આવ્યો છે, કારણ કે વેસ્ટર્ન રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને પચીસ સ્ટેશન અને રેલવે-બિલ્ડિંગોને સોલર હબમાં ફેરવી દીધાં છે. અહીંથી દર વર્ષે ૧.૧૨ કરોડ યુનિટ વીજળી પેદા થાય છે અને રેલવેની તિજોરીને સીધો ૧૩.૪ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. સ્ટેશનનાં છાપરાં અને પ્લૅટફૉર્મના શેડ પર લાગેલી સોલર પૅનલ સૂર્યપ્રકાશને સીધી વીજળીમાં પલટી નાખે છે. આ વીજળી સીધી રેલવેના વપરાશમાં જાય છે, જેથી મોંઘા ગ્રિડ પાવર પરની નિર્ભરતા ઘટી છે અને બિલ અડધું થઈ ગયું છે.

સોલર ઊર્જાની આંકડાબાજી
મુંબઈ ડિવિઝનમાં સોલર ક્ષમતા    ૮૫૩૨ કિલોવૉટ  પીક (KWp) 
વાર્ષિક વીજઉત્પાદન    ૧.૧૨ કરોડ યુનિટ
વાર્ષિક બચત    ૧૩.૪ કરોડ રૂપિયા
સોલરથી સજ્જ સ્ટેશનો    ૨૫

બચત કેવી રીતે થાય છે?
કૅટેગરી    સોલર ક્ષમતા    -વાર્ષિક ઉત્પાદન    વાર્ષિક બચત
સબર્બન સ્ટેશનો    ૧૬૦૮ KWp    ૨૧.૧૩ લાખ યુનિટ    ૨.૫૩ કરોડ રૂપિયા
નૉન-સબર્બન સ્ટેશનો    ૯૯૯ KWp    ૧૩.૧૩ લાખ યુનિટ    ૧.૫૭ કરોડ રૂપિયા

સૌથી વધુ લાભ આ સ્ટેશનોને  
સબર્બન : વસઈ, વિરાર, દાદર, બોરીવલી, મીરા રોડ  
નૉન-સબર્બન : વલસાડ લોકોશેડ, નંદુરબાર, વાપી, ચલથાન

mumbai news mumbai western railway rajendra aklekar indian railways