મુંબઈમાંથી કશુંય ક્યાંય લઈ જવાનો નથી: યોગી આદિત્યનાથ

03 December, 2020 10:01 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈમાંથી કશુંય ક્યાંય લઈ જવાનો નથી: યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ

ફિલ્મ ઉદ્યોગને મુંબઈથી ખસેડીને ઉત્તર પ્રદેશમાં પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે ‘વ્યવસાયના સ્પર્ધાત્મક વિશ્વમાં નવું સર્જન કરવા માટે અને રોકાણકારોને આકર્ષવા માટે વ્યક્તિએ વિશાળ આયોજનો કરવાં પડે છે.’

અમે કશુંયે ક્યાંય નથી લઈ જઈ રહ્યા. શું આ ખિસ્સામાંથી પૈસા ચોરી લેવા જેવું કામ છે? મુંબઈની ફિલ્મસિટી મુંબઈમાં જ રહેશે. અમે ઉદ્યોગની નવી જરૂરિયાતો અનુસાર નવા વાતાવરણને ધ્યાનમાં રાખીને યુપીમાં નવી ફિલ્મસિટી ઊભી કરવા માગીએ છીએ, એમ આદિત્યનાથે બૉલીવુડના હિસ્સાધારકો અને ટોચના કૉર્પોરેટ આગેવાનોને મળ્યા બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત મંગળવારે રાત્રે તેઓ અભિનેતા અક્ષય કુમારને મળ્યા હતા તથા તેઓ રાહુલ મિત્રા, સુભાષ ઘાઈ, બોની કપૂર, ટી સિરીઝના ભૂષણ કુમાર, ઝી સ્ટુડિયોના જતિન સેઠી, આનંદ પંડિત, બાબા આઝમી, નીરજ પાઠક, રણદીપ હૂડા, તિગ્માંશુ ધુલિયા, જિમ્મી શેરગિલ, તરણ આદર્શ, કોમલ નાહટા અને રાજકુમાર સંતોષી જેવી બૉલીવુડની હસ્તીઓને મળે એવી અપેક્ષા છે.

તેઓ તાતા ગ્રુપના ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરન સહિતના કૉર્પોરેટ ક્ષેત્રના આગેવાનોને મળ્યા હતા અને મહિન્દ્રા ડિફેન્સ, અદાણી, એલ ઍન્ડ ટી અને સિમેન્સના પ્રતિનિધિઓ સાથે રોકાણ સંબંધિત ચર્ચા કરી હતી.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે નરીમન પૉઇન્ટસ્થિત ટ્રાઇડેન્ટ હોટેલ ખાતે મીડિયા-કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

mumbai mumbai news yogi adityanath