ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખુરસી ન મળે તો હોમ મિનિસ્ટ્રી તો જોઈશે જ

08 November, 2014 05:13 AM IST  | 

ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખુરસી ન મળે તો હોમ મિનિસ્ટ્રી તો જોઈશે જ



વરુણ સિંહ

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની પોસ્ટ BJP આપવાની નથી એવું સમજી ચૂકેલી શિવસેનાએ હવે આ ખુરસીની ડિમાન્ડ પડતી મૂકીને હોમ મિનિસ્ટરની પોસ્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને એનાથી ઓછું કંઈ ન જોઈએ એવું વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. નવી સરકારમાં હોમ મિનિસ્ટ્રી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પોતાની પાસે રાખી છે. હોમ મિનિસ્ટર સરકારમાં બીજા નંબરનું સ્થાન ગણાય તેથી આ પોસ્ટ માટે શિવસેના જોર અજમાવશે.

મહારાષ્ટ્રમાં BJPની સરકારને જરૂરી સર્પોટ આપીને નમતું જોખવા સામે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં બે પ્રધાનપદ મળવાની લાલચને શિવસેના વશ નહીં થાય એવું જાણવા મળ્યું છે. શિવસેનાના એક નેતાએ કહ્યું હતું કે ‘શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી માટે શ્રેષ્ઠ શું છે એ વિચારીને સ્પષ્ટપણે કહ્યું હતું કે શિવસેના મહત્વની ન હોય એવી કોઈ મિનિસ્ટ્રી નહીં સ્વીકારે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખુરસી નહીં તો સરકારમાં બીજા નંબરની ગણાતી હોમ મિનિસ્ટ્રી તો જોઈએ જ. આ બધી વિધિ સરકાર વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવે એ પહેલાં પાકે પાયે થઈ જવી જોઈએ.’

૧૦ નવેમ્બરે નવી વિધાનસભાનું અધિવેશન શરૂ થવાનું છે અને એમાં BJPની માઇનૉરિટી સરકારે વિશ્વાસનો મત લઈને મેજોરિટી સાબિત કરવી પડશે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પ્રમાણે કુલ ૨૮૮ સીટોમાંથી ગ્થ્ભ્ના ૧૨૨ વિધાનસભ્યો ચૂંટાયા છે અને સરકાર ચલાવવા માટે ૧૪૫ વિધાનસભ્યો જરૂરી છે. નાની-મોટી કેટલીક પાર્ટીઓ અને અપક્ષો મળીને BJP પાસે ૧૩૮ વિધાનસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે, પરંતુ હજી મેજોરિટી માટે કેટલાક ખૂટે છે. જો શિવસેનાનો સર્પોટ મળે તો ગ્થ્ભ્ને અન્ય કોઈની જરૂર નથી. જોકે ફ્ઘ્ભ્એ BJPની સરકારને બહારથી બિનશરતી ટેકો આપવાનું જાહેર કરીને શિવસેનાનો બાર્ગેઇનિંગ પાવર ઠંડો પાડી દીધો હતો, પરંતુ BJP શરદ પવારની પાર્ટી NCPની કોઈ પણ પ્રકારની મદદ માટે ઇચ્છુક નથી અને શિવસેનાનો પોતાની શરતે સાથ ઇચ્છે છે.