મુંબઈ યુનિવર્સિટીને પસંદ કરી રહ્યા છે ફૉરેન સ્ટુડન્ટ્સ

29 April, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૮ દેશના વિદ્યાર્થીઓ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાં PhD માટે ૨૪૬ અરજીઓ મળી

ફાઇલ તસવીર

મુંબઈ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે શરૂ કરવામાં આવેલા નવા PhD પ્રોગ્રામને સારો પ્રતિસાદ મળ્યો છે. યુનિવર્સિટીને અત્યાર સુધીમાં ૪૮ દેશોમાંથી કુલ ૨૪૬ અરજીઓ મળી છે.

વિદેશના વિદ્યાર્થીઓમાં બિઝનેસ મૅનેજમેન્ટ અને એજ્યુકેશન જેવા વિષય સૌથી વધુ લોકપ્રિય રહ્યા છે. બિઝનેસ મૅનેજમેન્ટ માટે ૨૮, એજ્યુકેશન માટે બાવીસ, અકાઉન્ટન્સી અને મૅનેજમેન્ટ માટે ૧૪-૧૪ તથા મ્યુઝિક માટે ૧૩ ઍપ્લિકેશન મળી છે.

એ ઉપરાંત ઇંગ્લિશ લિટરેચર, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, સોશ્યલ વર્ક, સ્ટૅટિસ્ટિક્સ અને ફિલોસૉફી તેમ જ બાયોટેક્નૉલૉજી, નૅનોસાયન્સ અને ઇન્ટરનૅશનલ રિલેશન્સ જેવાં વિશિષ્ટ ક્ષેત્રો માટે પણ અરજીઓ મળી છે.

યુનિવર્સિટીના આ પગલાથી મુંબઈ હવે ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યું હોવાનું જણાય છે.

mumbai university Education mumbai mumbai news