કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ જાતિ આધારિત વસ્તીગણતરીની માગણી કરી

22 February, 2021 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ જાતિ આધારિત વસ્તીગણતરીની માગણી કરી

રામદાસ આઠવલે

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ દેશમાં જાતિ આધારિત વસ્તીગણતરીની  માગણી કરી હતી. જોકે મારો ઇરાદો દેશમાં જાતિવાદને પ્રોત્સાહન આપવાનો નથી એવી સ્પષ્ટતા તેમણે કરી હતી.

પાલઘર જિલ્લામાં વિક્રમગડ ખાતે આદિવાસીઓને સંબોધિત કરતાં સામાજિક ન્યાય અને સશક્તીકરણના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે અન્ય જાતિ કે સમાજમાં ક્વોટાની વહેંચણી કરવાના સ્થાને મરાઠાઓને આરક્ષણ આપવું જોઈએ.

આગામી વસ્તીગણતરી વખતે વિવિધ જાતિની વસ્તીની માહિતીનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી કુલ વસ્તીમાં જે-તે જાતિના લોકોની ટકાવારી વિશે સ્પષ્ટ ચિતાર મળી શકે. જોકે આમ કરવા પાછળ તેમનો ઉદ્દેશ જાતિવાદને પ્રોત્સાહન આપવાનો નથી એવી સ્પષ્ટતા પણ રામદાસ આઠવલેએ કરી હતી.

mumbai mumbai news palghar ramdas athawale