પુણેમાં હવામાં ચાલતી બસો લાવવા માગે છે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

12 August, 2023 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari)એ કહ્યું છે કે પુણેના રહેવાસીઓને ટ્રાફિક જામથી છુટકારો મેળવવા માટે એરિયલ બસ (Aerial Buses)નો ઉપયોગ કરવાની યોજના છે

ફાઇલ તસવીર

પુણે (Pune) શહેર દિવસેને દિવસે ઝડપથી આગળ વધી રહ્યું છે. વધતી વસ્તીની સાથે પુણેમાં વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari)એ કહ્યું છે કે પુણેના રહેવાસીઓને ટ્રાફિક જામથી છુટકારો મેળવવા માટે એરિયલ બસ (Aerial Buses)નો ઉપયોગ કરવાની યોજના છે. આ પ્રસંગે ગડકરીએ પુણેમાં પ્રદૂષણ ઘટાડવા અને પુણેને કચરા મુક્ત બનાવવાના ઉપાયો સૂચવ્યા છે. ગડકરીએ એમ પણ કહ્યું કે પુણેને મુક્તપણે શ્વાસ લેવા દો.

પુણેવાસીઓની યાત્રા આજથી સરળ બનશે, એટલે કે પુણેવાસીઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. કારણ કે ચાંદની ચોક ખાતેના ફ્લાયઓવરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચાંદની ચોક ખાતેના ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે વાત વાત કરતાં પુણેના ટ્રાફિક વિશે વાત કરી હતી.

નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari)એ કહ્યું કે, “મારી પાસે પુણે માટે એરિયલ સ્કાયબસનો વિચાર છે. હું અજિત પવાર અને ચંદ્રકાંત પાટીલને વિનંતી કરું છું કે આ પ્રસ્તુતિ એક વાર જોવા માટે પધારે. પુણેના ટ્રાફિક માટે એરિયલ બસ એક સારો વિકલ્પ છે. પુણેના વિકાસ માટે ચાલીસ હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે. તેમાં બે-ત્રણ માળના ફ્લાયઓવર છે. પુણેના રહેવાસીઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ આપવા માટે અમે અહીં એરિયલ બસ લાવીશું અને આ બસમાં એક સમયે 250 મુસાફરો મુસાફરી કરી શકશે.”

ચાંદની ચોક ખાતે પુલ બનાવવા માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ

નીતિન ગડકરીએ (Union Minister Nitin Gadkari) કહ્યું કે, “ઘણી મુશ્કેલીઓ દૂર કર્યા બાદ ચાંદની ચોકમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મેધા કુલકર્ણીએ પુણેના રસ્તાઓ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. મુશ્કેલીઓ દૂર કર્યા બાદ ચાંદની ચોકમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ચાંદની ચોક ખાતે બ્રિજ બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજ મલેશિયા, સિંગાપોરની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં પુણેમાં 40 હજાર કરોડના કામો પૂર્ણ થશે.”

આ રીતે ઘટાડી શકાશે પુણેમાં પ્રદૂષણ

તેમણે કહ્યું કે, “સ્વાભાવિક રીતે વાહનોની સંખ્યામાં વધારો થતાં પ્રદૂષણમાં વધારો થયો છે. જો પુણે (Pune)ને પેટ્રોલ અને ડીઝલથી મુક્ત કરવામાં આવે તો તે ચાલીસ ટકા પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. હું ભારતમાંથી પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિબંધ મૂકવા માગુ છું. આ માટે ઇથેનોલ, મિથેનોલ અને હાઇડ્રોજનનો ઉપયોગ વધારવો. કચરામાંથી વીજળી ન બનાવો, પરંતુ કચરામાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવો, ગ્રીન હાઇડ્રોજન ભવિષ્ય છે.

nitin gadkari pune mumbai mumbai news maharashtra