‘ગો કોરો ગો’ કહેનાર રામદાસ આઠવલે જ આવ્યા કોરોનાની ચપેટમાં

27 October, 2020 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ગો કોરો ગો’ કહેનાર રામદાસ આઠવલે જ આવ્યા કોરોનાની ચપેટમાં

રામદાસ આઠવલે (ફાઈલ તસવીર)

લૉકડાઉન દરમિયાન ‘ગો કોરો ગો’નો નારો આપનાર રિપબ્લિકન પાર્ટી (આરપીઆઈ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયા છે. તેમને બોમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે શરીરનો દુખાવો અને કફની તકલીફ થતા કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. જે પૉઝિટિવ આવતા રામદાસ આઠવલેએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

રામદાસ આઠવલેએ ટ્વીટ કર્યુ છે કે, ‘મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. એટલે સાવચેતીના રૂપે હૉસ્પિટલમાં દાખલ થાવ છું અને ડૉક્ટરની સલાહનું પાલન કરીશ. આ દરમિયાન મારા સંપર્કમાં આવેલા લોકોએ સલામતીના ભાગરૂપે મારા સંપર્કમાં આવેલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લેવો. તબિયત સારી છે. ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં સુનિશ્ચિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે’.

સોમવારે જ રામદાસ આઠવલેએ અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)ને આરપીઆઈનું સભ્યપદ આપ્યું હતું. ત્યારબાદથી તેમના શરીરમાં દુખાવો અને કફનો અનુભવ થવા લાગ્યો હતો. એટલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હવે પાયલ ઘોષને ક્વૉરન્ટીન કરવામાં આવશે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌણ શોષણનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષને આરપીઆઈની વુમન વિંગની વાઈસ પ્રેસિડન્ટ બનાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં રામદાસ આઠવલે કોરોના વાયરસ પ્રત્યે જાગરૂતતા ફેલાવવા માટે કામ કરતા એક ગ્રુપ સાથે જોડાયા હતા અને અભિયાન દરમિયાન તેમણે ‘ગો કોરો ગો’નો નારો લગાવીને કોરોના વાયરસને ભારતમાંથી ભગાવવાના પ્રયત્નો કર્યા હતા.

coronavirus covid19 mumbai mumbai news ramdas athawale