કયા સંજોગોમાં સરકાર તૂટે અને કયા સંજોગોમાં બને એની મગજમારી

22 June, 2022 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેએ બળવો કર્યો, પણ એનાથી રાજ્ય સરકાર તૂટી પડવાનું સંકટ કઈ રીતે તોળાય અને જો નવી સરકાર બનાવવી હોય તો કઈ રીતે જોડાણ કરવું તે બે દિવસમાં સ્પષ્ટ થશે

શિવસેના પાર્ટી લોગો


એકનાથ શિંદેએ બળવો કર્યો, પણ એનાથી રાજ્ય સરકાર તૂટી પડવાનું સંકટ કઈ રીતે તોળાય અને જો નવી સરકાર બનાવવી હોય તો કઈ રીતે જોડાણ કરવું પડે અને આંકડાકીય સમીકરણો કઈ રીતે ગોઠવાવાં જોઈએ એની શક્યતાઓ કયા મુજબની હોવી જોઈએ અને એમાં કોણ કેટલે પહોંચે છે એ એકાદ-બે દિવસમાં સ્પષ્ટ થશે. 
જો શિવસેનાના ૨૫ વિધાનસભ્યો ફૂટે છે તો ૧૭૦ વિધાનસભ્યોમાંથી ૨૫ ઓછા થયા. આમ ૧૪૫ વિધાનસભ્યો મહાવિકાસ આઘાડી સરકાર સાથે છે એ ફલિત થાય. એથી આ પરિસ્થિતિમાં સરકારને આંચ આવે નહીં, પણ જો ૩૦ વિધાનસભ્યો ફૂટે તો ટેકો ૧૪૦નો થાય અને વિધાનસભામાં બહુમત માટેનો ​મૅજિક ફિગર ૧૪૪ છે. 
એથી જો મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડશે તો શું થશે? બીજેપી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને એ વખતે રાજ્યપાલની ભૂમિકા મહત્ત્વની રહેશે. એ જ પ્રમાણે ગૃહમાં સ્પીકરની ભૂમિકા બહુ જ મહત્ત્વની રહેશે, કારણ કે વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવાનો રહેશે. 

mumbai news maharashtra shiv sena