લૉકડાઉનમાં બહાર ન જઈ શકતાં, 12 વર્ષના બાળકે કરી આત્મહત્યા

29 May, 2020 11:53 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં બહાર ન જઈ શકતાં, 12 વર્ષના બાળકે કરી આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઇના મીરા-ભાયન્દર વિસ્તારમાં લૉકડાઉનમાં બહાર ફરવા અને રમવાની તક ન મળવાને કારણે મીરા રોડમાં 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી. આ બાળક મીરા-રોડની એક શાળમાં છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. તે 25 મેના ઈદ સેલિબ્રેટ કર્યા બાદ રાતે દોઢ વાગ્યે સૂતો. તેના પિતાએ જણાવ્યું કે સવારે છ વાગ્યા સુધી તે પોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો. સવારે સાત વાગ્યે તેના રૂમમાં ગયા, તો તે પંખા પર લટકતો દેખાયો. હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો.

પિતાએ જણાવ્યું કે, "અમારો દીકરો લૉકડાઉન પહેલા રોજ સાંજે પાર્કમાં સાઇકલ ચલાવવા અને અને રમવા જતો. લૉકડાઉન શરૂ થયો ત્યારે તે બહાર જવાની જિદ કરતો હતો, પણ વારંવાર ના પાડવા પર તે માની ગયો હતો. તેણે પંખા પર લટકતા પહેલા વૉટ્સએપ પર તેના એક મિત્રને ઘરમાં કંટાળતો હોવાની વાત કરી હતી. અમને જરાપણ ખ્યાલ નહોતો કે બહાર ન જઈ શકવાને કારણે તે આટલો ડિપ્રેસ હતો, નહીંતર અમે પોતે તેને બહાર રમવા અને ફરાવવા લઈ ગયા હોત." બાળકની ક્લાસ ટીચરે જણાવ્યું કે, "તે ખૂબ જ એક્ટિવ છોકરો હતો અને એક સમયે ક્લાસનો મૉનિટર પણ રહી ચૂક્યો હતો."

'ડિપ્રેશનને ફેરફારથી ઓળખો'
મનોચિકિત્સક ડૉક્ટર એસ.દાનિશ જણાવે છે કે, "લૉકડાઉનની બાળકો પર ભાવનાત્મત રૂપે ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. તેઓ ડિપ્રેશનના શિકાર થઈ રહ્યા છે. બાળકોને લાગે છે કે તે કોઇક જાળમાં ફસાઇ ગયા છે. તેથી લૉકડાઉનમાં બાળકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બાળકોમાં ડિપ્રશેન તેમના વ્યવહારમાં આવતા પરિવર્તનથી ઓળખી શકાય છે. ડિપ્રેશન થવા પર બાળક હંમેશાં કંઇક સંકેચ આપતો હોય છે."

આ વાતોનું ખાસ રાખો ધ્યાન

માતા પિતા સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાને બદલે બાળકો સાથે કરે વાતો

બાળકોને પણ સોશિયલ મીડિયાની વધુ ટેવ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું.

બાળકોમાં નવી હૉબીઝ જાગે તેવા પ્રયત્નો કરવા

ધ્યાન રાખવું કે બાળક પૂરતી ઉંઘ લે છે કે નહીં

mumbai mumbai news Crime News mumbai crime news mira road bhayander