યુક્રેનની યુવતીનું બારમા માળેથી નીચે પડતાં મૃત્યુ

26 November, 2021 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડી. એન. નગર પોલીસે આ બાબતે કહ્યું હતું કે ‘આહનેશા એક જ દિવસ પહેલાં મુંબઈ આવી હતી. તે તેના જેવા અન્ય ત્રણ વિદેશીઓ સાથે અંધેરીના એસ. વી. રોડ પર આવેલા મિલ્યનેર હેરિટેજ બિલ્ડિંગમાં ભાડેથી રહેતી હતી.

પ્રતીકાત્મક તસવીર

યુક્રેનની ૨૮ વર્ષની યુવતી આહનેશા ડૂબ્યાનાનું બુધવારે સવારે બારમા માળેથી નીચે પટકાતાં મૃત્યુ થયું હતું. ડી. એન. નગર પોલીસે આ બાબતે કહ્યું હતું કે ‘આહનેશા એક જ દિવસ પહેલાં મુંબઈ આવી હતી. તે તેના જેવા અન્ય ત્રણ વિદેશીઓ સાથે અંધેરીના એસ. વી. રોડ પર આવેલા મિલ્યનેર હેરિટેજ બિલ્ડિંગમાં ભાડેથી રહેતી હતી. બુધવારે તે કિચનની બારીમાં બેસીને દારૂ પી રહી હતી અને ત્યાર બાદ ત્યાંથી નીચે પટકાઈ હતી. આ બનાવ બન્યો ત્યારે તેના રૂમમેટ્સ સૂઈ રહ્યા હતા. તેને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં કશું શંકાસ્પદ ન જણાતાં અમે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી.’ 

Mumbai mumbai news