શિવસેનાસુપ્રીમોનું પદ ફક્ત બાળ ઠાકરે માટે જ, ઉદ્ધવ હવે પ્રેસિડન્ટ કહેવાશે

01 December, 2012 08:09 AM IST  | 

શિવસેનાસુપ્રીમોનું પદ ફક્ત બાળ ઠાકરે માટે જ, ઉદ્ધવ હવે પ્રેસિડન્ટ કહેવાશે



(સુજિત મહામુલકર)

મુંબઈ, તા. ૧



ઠાકરેપરિવારનાં સૂત્રોએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘જાન્યુઆરીમાં નાશિકમાં આયોજિત પક્ષના મહાઅધિવેશનમાં ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રેસિડન્ટનો હોદ્દો સંભાળશે. તેઓ શિવસેનાસુપ્રીમો નહીં, પરંતુ શિવસેના પ્રેસિડન્ટ કહેવાશે.’

રશ્મિ ઠાકરે ‘સામના’નાં નવાં ટ્રસ્ટી

પક્ષનું સુકાન સંભાળતાં પહેલાં પ્રબોધ પ્રકાશનના ટ્રસ્ટીની એક બેઠક મળશે. શિવસેનાનું મુખપત્ર ગણાતું ‘સામના’ દૈનિક પણ આ પ્રકાશનના નામે જ પ્રસિદ્ધ થાય છે. એમાં ટ્રસ્ટી તરીકે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેના નામનો પણ સમાવેશ કરવામાં આવશે. ‘સામના’ના તંત્રી તરીકે ઉદ્ધવનું નામ મૂકવામાં આવશે તો સ્થાપક તંત્રી તરીકે બાળ ઠાકરેનું નામ રાખવામાં આવશે. અત્યારે ઉદ્ધવ ઠાકરે, સુભાષ દેસાઈ તથા લીલાધર ડાકેનાં નામ ટ્રસ્ટી તરીકે છે.

મહાલક્ષ્મીના આશીર્વાદ

કોલ્હાપુરમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં બાળ ઠાકરે પણ આશીર્વાદ લેવા જતા હતા. ત્રણ ડિસેમ્બરે પક્ષના પ્રેસિડન્ટ તરીકેની નવી જવાબદારી લેતાં પહેલાં ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે કોલ્હાપુર જઈને મહાલક્ષ્મી માના આશીર્વાદ લેશે.