12 April, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
શિવસેના (UBT)ના સંસદસભ્યો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા માગે છે અને એ માટે એકનાથ શિંદેએ ઑપરેશન ટાઇગર ચલાવીને એ સંસદસભ્યો સાથે થાણેમાં બુધવારે રાતે બેઠક કરી હતી જેમાં શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો હાજર રહ્યા હતા એવા ન્યુઝ બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. એકનાથ શિંદે અને શિવસેના (UBT) બન્ને દ્વારા આ બાબતે રદિયો આપવામાં આવ્યો હતો અને એને અફવા ગણાવી હતી. જોકે ગઈ કાલે શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે તેમના સંસદસભ્ય અરવિંદ સાવંત સાથે બેઠક કરી હોવાનું કહેવાય છે. કોઈ પણ પુરાવા ન હોવા છતાં ખોટા સચાચાર છાપનાર પબ્લિકેશનને આ માટે નોટિસ મોકલાવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવાઈ રહ્યું છે.
બીજી બાજુ શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે બે દિવસ પહેલાં મભમમાં કહ્યું હતું કે આવાં ઑપરેશન જાહેરાત કરીને નથી થતા, એ ક્યારે કરવું એનો નિર્ણય એકનાથ શિંદે લેશે.