બદલાની ભાષા કરણીમાં દાખવો પાકિસ્તાનને ઠોકી કાઢો

17 February, 2019 12:38 PM IST  |  મુંબઈ

બદલાની ભાષા કરણીમાં દાખવો પાકિસ્તાનને ઠોકી કાઢો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

પુલવામામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાનો પર કરવામાં આવેલા હુમલાને પગલે આખા દેશમાં આક્રોશ વ્યાપ્યો છે ત્યારે શિવસેનાએ ફરી એક વખત કેન્દ્રની સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમયે વિપક્ષી નેતાઓ પરના હુમલા બંધ કરીને પુલવામા હુમલાનો બદલો લેવાની ભાષા કરણીમાં ઉતારીને દેખાડવી જોઈએ. પાકિસ્તાનને ઠોકી કાઢવું જોઈએ. અત્યારે રાજકારણ કરવાનો નહીં, જવાનોની સાથે ઊભા રહેવાનો સમય છે.’

આ પણ વાંચોઃ હવે પાકિસ્તાનમાં ઘૂસવું પડશે : ઉદ્ધવ ઠાકરે

ગઈ કાલે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ એના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે ‘વૈશ્વિક સ્તરે એકલું પડી ગયેલું પાકિસ્તાન ભારતમાં ઘૂસીને અમારા પર ભયંકર હુમલા કરી રહ્યું છે. મોદીને અમારી હાથ જોડીને એક જ વિનંતી છે કે થોડા દિવસ વિપક્ષી નેતાઓ પરના હુમલા બંધ કરીને પાકિસ્તાન પર હુમલા કરવાનું વિચારો. બદલો લેવાની વાત કરી જ નાખી છે તો હવે એને કરણીમાં પણ ઉતારીને દેખાડો, પાકિસ્તાનને ઠોકી કાઢો. આ રાજકારણ કરવાનો નહીં, જવાનો સાથે ઊભા રહેવાનો સમય છે.’

shiv sena pulwama district terror attack uddhav thackeray