TYBScમાં મુંંબઈ યુનિવર્સિટીમાં પોતે ફર્સ્ટ આવી હોવાની જાણ પાર્લાની ઋતુ છેડાને હવે થઈ

26 December, 2014 05:25 AM IST  | 

TYBScમાં મુંંબઈ યુનિવર્સિટીમાં પોતે ફર્સ્ટ આવી હોવાની જાણ પાર્લાની ઋતુ છેડાને હવે થઈ


સપના દેસાઈ

ઋતુના પપ્પા અશોક વસંતજી છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વખતે ઇલેક્શનને કારણે TYBScનું રિઝલ્ટ બહુ મોડું પડ્યું હતું. રિઝલ્ટ આવ્યું ત્યારે મીઠીબાઈ કૉલેજમાં ભણતી ઋતુને પોતાની કૉલેજમાં તે ફર્સ્ટ આવી હોવાની જાણ હતી, પણ પૂરી મુંબઈ યુનિવર્સિટીમાં પણ તે ફર્સ્ટ આવી છે એની જાણ અમને છેક મંગળવારે થઈ હતી; જ્યારે મુંબઈ યુનિવર્સિટીએ સ્ટુડન્ટ્સનો અભિવાદન-કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન જ્યારે યુનિવર્સિટીએ જાહેરાત કરી ત્યારે ઋતુ સહિત અમારા લોકોને એકદમ આશ્ચર્ય થયું હતું.’

ઋતુ ફક્ત યુનિવર્સિટીમાં જ ટૉપ નથી આવી, સ્ટૅટિસ્ટિક્સમાં પણ તેણે યુનિવર્સિટીમાં સેકન્ડ રૅન્ક મેળવી છે. પોતાને મળેલી કીર્તિ બાબતે તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂરી મુંબઈ યુનિવર્સિટીમાં ટૉપ આવવું મારા માટે બહુ ગર્વની વાત છે, પણ હું યુનિવર્સિટીમાં ટૉપ આવી છું એની જાણ છેક મને રિઝલ્ટ આવ્યાના સાત મહિના બાદ થઈ એ વાત મારા માટે બહુ શૉકિંગ રહી હતી.’