Mumbai: લંડન-કાઠમાંડૂ પ્રવાસ માટે બૉર્ડિગ પાસની અદલ-બદલ, વિદેશી નાગરિકોની ધરપકડ

13 April, 2023 10:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડુપ્લિકેટ પાસપૉર્ટ પર પ્રવાસ કરનારા 22 વર્ષના શ્રીલંકન નાગરિક અને 36 વર્ષીય જર્મન પ્રવાસીએ ક્રમશઃ લંડન અને કાઠમાંડૂના પ્રવાસ કરવા માટે ઍરપૉર્ટના બાથરૂમમાં એકબીજા સાથે બૉર્ડિંગ પાસની અદલા-બદલી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક શ્રીલંકન અને એક જર્મન નાગરિકની ધરપકડ કરી છે. બન્ને પર લંડન અને કાઠમાંડૂના પ્રવાસ માટે એક-બીજા સાથે કહેવાતી રીતે પોતાના બૉર્ડિંગ પાસની અદલા-બદલી કરવાનો આરોપ છે. એક અધિકારીએ જણાવ્યું તે આ ઘટના સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર થઈ. અધિકારી પ્રમાણે, ડુપ્લિકેટ પાસપૉર્ટ પર પ્રવાસ કરનારા 22 વર્ષના શ્રીલંકન નાગરિક અને 36 વર્ષીય જર્મન પ્રવાસીએ ક્રમશઃ લંડન અને કાઠમાંડૂના પ્રવાસ કરવા માટે ઍરપૉર્ટના બાથરૂમમાં એકબીજા સાથે બૉર્ડિંગ પાસની અદલા-બદલી કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે ઍરલાઈન્સ કંપનીના કર્મચારીએ જોયું કે શ્રીલંકન નાગરિકના પાસપૉર્ટ પર જે બૉર્ડિંગ સ્ટેમ્પ હતો તે તેને ડુપ્લિકેટ જેવો લાગ્યો. અધિકારી પ્રમાણે, એ પણ જોવા મળ્યું કે શ્રીલંકન નાગરિકના પાસપૉર્ટ અને બૉર્ડિંગ પાસ લાગેલ બૉર્ડિંગ સ્ટેમ્પના આંકડા અલગ છે. એક પોલીસ અધિકારી પ્રમાણે, બ્રિટેન પહોંચેલા શ્રીલંકન નાગરિકને જ્યારે આ આભાસ થયો કે તેનું કારનામું પકડાયું છે, ત્યારે તેણે પોતાની ખરી ઓળખ જાહેર કરી દીધી. તેને મંગળવારે મુંબઈ પાછો મોકલી દેવામાં આવ્યો.

કરિઅરના સારા અવસરની શોધમાં જવા માગતો હતો બ્રિટેન
અધિકારી પ્રમાણે, પૂછપરછમાં શ્રીલંકન નાગરિકે પોલીસને જણાવ્યું કે તે કરિઅરના બહેતર વિકલ્પની શોધ માટે બ્રિટેન જવા માગતો હતો. તેણે જણાવ્યું કે પોલીસે શ્રીલંકન યુવક પાસેથી બૉર્ડિંગ પાસની અદલા-બદલી કરી કાઠમાંડૂ જનારા જર્મન નાગરિકને પકડી પાડ્યો છે.

મુંબઈમાં રોકાયા હતા બન્ને
અધિકારી પ્રમાણે, બન્ને વિદેશી નાગરિકોની પૂછપરછથી ખુલાસા થયો છે કે તે નવ એપ્રિલના મુંબઈમાં ઍરપૉર્ટ પાસે એક લગ્ઝરી હોટલમાં રોકાયા હતા અને ત્યાં બૉર્ડિંગ પાસની અદલા-બદલીની યોજના ઘડી.

આ પણ વાંચો : કોવિડ-19: 22 દેશોમાં હાહાકાર મચાવનાર વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી- WHOએ ચેતવ્યા

પોલીસે નોંધ્યો કેસ
તેમણે જણાવ્યું કે પોલીસે બન્ને વિદેશી નાગરિકો વિરુદ્ધ દગાખોરી, ષડયંત્રબાજી અને અપરાધિક ષડયંત્રની ધારાઓ હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે ક્રાઈમમાં હજી વધુ લોકો સામેલ હતા કે નહીં.

Mumbai mumbai news chhatrapati shivaji international airport london kathmandu germany sri lanka international news