ભિવંડીમાં ઘરનો ભાગ જમીનદોસ્ત થતાં બે સિનિયર સિટિઝન ઈજાગ્રસ્ત

28 July, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા જ એક અન્ય બનાવમાં થાણેના કલ્યાણ શહેરમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લાના ભિવંડીમાં ભારે વરસાદને કારણે બે માળના જૂના મકાનનો એક ભાગ ધ્વસ્ત થતાં બે સિનિયર સિટિઝનને ઈજા થઈ હતી. સુધરાઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૬૦ વર્ષથી વધુ જૂનું મકાન ઝેન્ડ નાકા વિસ્તારમાં આવ્યું હતું. ફાયર વિભાગના સ્ટાફે ૭૦ વર્ષથી મોટી વયના બન્ને સિનિયર સિટિઝનને બચાવીને તેમને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘરનો બાકીનો ભાગ જોખમી હોવાથી એને ધરાશાયી કરી દેવાયો હતો. આવા જ એક અન્ય બનાવમાં થાણેના કલ્યાણ શહેરમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.

Mumbai mumbai news