બે રેલવે કર્મચારીઓ ટ્રેન નીચે આવી ગયા

09 July, 2020 07:08 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

બે રેલવે કર્મચારીઓ ટ્રેન નીચે આવી ગયા

પ્રતીકાત્મક તસવીર

સોમવારે મધ્યરાત્રિએ ખાર અને બાંદ્રા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનની અડફેટમાં આવતા પશ્ચિમના બે રેલવે કર્મચારીઓ આવ્યા હતા. તેમને ઇલાજ માટે ભાભા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ત્યા તેઓનું મુત્યું થયું હતું.
ઘટનાની માહિતી અનુંસાર રેલ્વે અધિકારી રાજકુમાર શર્મા અને ટ્રેકમેન નાગેસ સાવંત કોઇ કારણ સર તેઓ બ્રાન્દ્રા અને ખાર સ્ટેસની વચ્ચે જઇ રહ્યા હતા અને ત્યારે અચાનક વરસાદ આવ્યા હતો.તેથી તેઓ ટ્રેક પર જ બેસી રહી ગયા હતા. રાતના અંધારાના કારણે તેઓને જોવામાં તકલીફ થઇ હશે.
મોટરમેન જીવન કનોજિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પાટા ઓળંગી રહેલા પીડિતોને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો.સાથે જણાવ્યું હતું કે લોકલ ટ્રેન ઝડપી રેલ્વે લાઇન પર હતી અને 75-80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે હું સતત સીટી વગાડતો હતો. જો કે પાછળથી મેં તેઓને પાટા પર બેસેલા જોયા. મેં પણ ઇમરજન્સી બ્રેક્સ લગાવી હતી, પરંતુ તેઓ પાટા પર બેઠા રહ્યા. મેં ગાર્ડને ચેતવણી આપી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, ”કનોજિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું
પશ્ચિમ રેલ્વેએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. કમનસીબ ઘટનાને ફરજ દરમ્યાન મોત ગણવામાં આવશે અને કાયદા મુજબ યોગ્ય વળતર મળશે અને તેમના પરિવારને અન્ય લાભો આપવામાં આવશે.

mumbai mumbai news mumbai railways