01 October, 2025 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટમ્સ અધિકારીઓએ એ બન્ને વાંદરાઓને બચાવ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સે ગઈ કાલે પરોઢિયે બૅન્ગકૉકથી આવેલી મહિલા પ્રવાસી પાસેથી ગેરકાયદે લવાયેલા બે વાંદરા પકડી પાડ્યા હતા. આ મહિલા મૂળ ચેન્નઈની છે. તેણે એ વાંદરા તેના લગેજમાં એક બાસ્કેટમાં રાખ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ એ બન્ને વાંદરાઓને બચાવીને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર સંસ્થાને સંભાળ લેવા સોંપ્યા હતા. કસ્ટમ્સ હવે એ વાંદરાઓને નિયમ મુજબ પાછા બૅન્ગકૉક ડિપૉર્ટ કરી દેશે.