પરિવારની સુરક્ષા માટે બે પોલીસ કૉન્સ્ટેબલ શોધી રહ્યા છે અલગ રૂમ

10 April, 2020 10:29 AM IST  |  Mumbai Desk | Shirish Vaktania

પરિવારની સુરક્ષા માટે બે પોલીસ કૉન્સ્ટેબલ શોધી રહ્યા છે અલગ રૂમ

બે પોલીસ-ઑફિસરોને કોવિડ-૧૯નો ચેપ લાગ્યા બાદ એમએચબી પોલીસ-સ્ટેશન સાથે સંલગ્ન બે કૉન્સ્ટેબલોએ પોતાના પરિવારની સુરક્ષા માટે પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી પરિવારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ બન્ને કૉન્સ્ટેબલ જવલ્લે જ પોતાના ઘરે જાય છે અને હવે તેઓ બોરીવલી પોલીસ કૉલોનીમાં રહેવા માટે રૂમ શોધી રહ્યા છે.
દહિસર-વેસ્ટના ગણેશનગરની ૫૦,૦૦૦ કરતાં વધુ વસ્તી ધરાવતી ઝૂંપડપટ્ટીમાં ફરજ પર તહેનાત ૪૦ વર્ષની મહિલા કૉન્સ્ટેબલ તેના પતિ અને પાંચ તેમ જ ૧૩ વર્ષનાં બે બાળકો સાથે રહે છે. તેના પતિ અને બાળકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે તેણે પરિવારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે કહે છે કે અમારી ફરજ અગત્યની છે અને અમે પ્રામાણિકતાથી એ નિભાવીશું.
એ ઉપરાંત દરરોજ દહાણુથી મુંબઈ પ્રવાસ કરતી અને લગભગ ૧૦૦૦ કરતાં વધુ લોકોના સંપર્કમાં આવતી તથા ૧૫ વર્ષના પુત્ર અને પતિ સાથે રહેતી ૩૮ વર્ષની મહિલા કૉન્સ્ટેબલે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘મને ગણપત પાટીલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે. અહીંના લોકોને સંભાળવાનું કામ ખૂબ મુશ્કેલ છે. આ વિસ્તારના મોટા ભાગના લોકો કામ શોધવા ઘરની બહાર નીકળે છે. દંડ ચૂકવવામાં સમર્થ ન હોવાથી અમે તેમને દંડ પણ નથી કરી શકતાં. અમારે ઘણી વખત લાઠીચાર્જ પણ કરવો પડે છે. જોકે લૉકડાઉનના સમયે લોકોને ઘરમાં રહેવાની ફરજ પાડવી જરૂરી છે.’

mumbai mumbai news shirish vaktania coronavirus covid19