બે મહિના પછી ધારાવીમાં કોરોનાના 30 કરતાં વધુ નવા કેસ

12 September, 2020 01:53 PM IST  |  Mumbai | Agency

બે મહિના પછી ધારાવીમાં કોરોનાના 30 કરતાં વધુ નવા કેસ

બે મહિના પછી ધારાવીમાં કોરોનાની એન્ટ્રી

લગભગ ૫૫ દિવસના અંતરાલ પછી મુંબઈના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગઈ કાલે કોવિડ-19ના ૩૦ કરતાં વધુ નવા કેસ નોંધાયા હોવાનું બીએમસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

૩૩ નવા કેસ સાથે ધારાવીમાં કુલ કેસની સંખ્યા ૨૮૮૩ થઈ છે, જ્યારે કે અૅક્ટિવ કેસની સંખ્યા ૧૦૨થી વધીને ૧૨૪ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
૧૯ જુલાઈએ ધારાવીમાં ૩૬ નવા કેસ નોંધાયા હતા. રોજના એકાદ બે કેસ વધતાં કુલ કેસનો આંકડો એકથી ૨૦ની રેન્જમાં રહ્યો હતો.

ધારાવીમાં કોવિડ-19ના કુલ ૨૮૮૩ કેસ નોંધાયા હતાં તેમાંથી ૨૪૮૯ પેશન્ટને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પાલિકાએ ધારાવી વિસ્તારમાં થયેલા મૃત્યુનો આંકડો જાહેર કર્યો નથી. ધારાવી વિસ્તારની કુલ વસ્તી ૬.૫ લાખની છે.

mumbai mumbai news dharavi coronavirus covid19 brihanmumbai municipal corporation