મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માતમાં ૨ મરાઠી ઍક્ટરોનાં મૃત્યુ

24 December, 2012 10:57 AM IST  | 

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માતમાં ૨ મરાઠી ઍક્ટરોનાં મૃત્યુ



આ ટેમ્પો એકટર્સની કાર સાથે અથડાયો હતો (તસવીર : નવંથ કાપળે)


જાણીતા ફિલ્મ-ઍક્ટર અને ડિરેક્ટર મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ ‘કોંકણસ્થ’નું પુણેથી શૂટિંગ પતાવીને પાછા ફરી રહેલા મરાઠી અને હિન્દી સિરિયલો તથા ફિલ્મોના જાણીતા ઍક્ટર આનંદ અભ્યંકર, મરાઠી ઍક્ટર અક્ષય પેન્ડસે અને અક્ષયના બે વર્ષના પુત્ર પ્રત્યુષનાં એક્સપ્રેસ-વે પર થયેલા ઍક્સિડન્ટમાં રવિવારે રાત્રે મૃત્યુ થયાં હતાં.

આ કારમાં એક્ટર્સ સફર કરી રહ્યાં હતાં (તસવીર : નવંથ કાપળે)


પુણે તરફ જઈ રહેલા એક ટેમ્પોના ડ્રાઇવરે બઉર ગામ પાસે રાત્રે સાડાઅગિયાર વાગ્યે ટેમ્પો પરનો કન્ટ્રોલ ગુમાવતાં ટેમ્પો ડિવાઇડર કુદાવીને સામેની બાજુ ચાલ્યો ગયો હતો અને આ લોકોની વૅગન આર કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં અક્ષય પેન્ડસેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ આનંદ અને પ્રત્યુષને નજીકના નિગડી ગામની લોકમાન્ય તિલક હૉસ્પિટલમાં સારવાર માટે  સેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન તેમનાં પણ મૃત્યુ થયાં હતાં. આ ઍક્સિડન્ટમાં અક્ષયની પત્ની દીપ્તિ અને ડ્રાઇવર સુરેશ પાટીલ પણ જખમી થયાં હતાં. વડગામ પોલીસે ટેમ્પો-ડ્રાઇવરની ધરપકડ કરી છે. ગઈ કાલે બપોરે પુણેની વૈકુંઠ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે મરાઠી ફિલ્મજગત અને તખ્તાના અનેક કલાકારો-કસબીઓએ હાજરી આપી હતી.