બહેતર પગાર આપવાના બહાને મહિલા વકીલનું શારીરિક શોષણ કરવાનો બે વકીલ પર આરોપ

27 July, 2021 11:52 AM IST  |  Mumbai | Agency

મહિલાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે મુખ્ય આરોપી એવા વકીલે દક્ષિણ મુંબઈમાં આવેલી તેની ફર્મમાં તેને માસિક ૧.૫૦ લાખ રૂપિયાનો પગાર આપવાનું વચન આપ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે ૩૫ વર્ષની મહિલા ઍડ્વોકેટની ફરિયાદના આધારે બે વકીલો તથા અન્ય પાંચ વ્યક્તિઓ સહિત સાત વ્યક્તિઓ સામે બળાત્કાર અને સતામણીના આરોપ મામલે એફઆઇઆર દાખલ કર્યો હતો. મહિલાએ મુખ્ય આરોપીઓ પર તેમની કાનૂની ફર્મમાં બહેતર પગાર આપવાના બહાને તેના પર જાતીય હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે મુખ્ય આરોપી એવા વકીલે દક્ષિણ મુંબઈમાં આવેલી તેની ફર્મમાં તેને માસિક ૧.૫૦ લાખ રૂપિયાનો પગાર આપવાનું વચન આપ્યું હતું. મુખ્ય આરોપીએ તેને ફર્મનો લેટરહેડ અને અપૉઇન્ટમેન્ટ લેટર આપવાનું વચન આપીને ઑફિસમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, એમ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારીએ એફઆઇઆરને ટાંકીને જણાવ્યું હતું. સ્ટાફના પાંચ સભ્યો તથા અન્ય એક વકીલ ઑફિસની અંદર તેની સતામણી કરતા હોવાનો તેણે દાવો કર્યો હતો. આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. 

Mumbai mumbai news