ચેમ્બુરમાં ટેકરી પરથી મોટી શિલા ગબડી આવતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

20 June, 2022 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેમ્બુરના ન્યુ ભારતનગર વિસ્તારમાં ૨૦ અને ૨૫ વર્ષના ભાઈઓ ઝૂંપડામાં સૂઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મુંબઈમાં રવિવારે પરોઢિયે ટેકરી પરથી એક મોટી શિલા નીચે ગબડી આવતાં બે ભાઈઓને ઈજા થઈ હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ચેમ્બુરના ન્યુ ભારતનગર વિસ્તારમાં ૨૦ અને ૨૫ વર્ષના ભાઈઓ ઝૂંપડામાં સૂઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

બન્ને ઈજાગ્રસ્તોને સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમની હાલત જોખમની બહાર હોવાનું જણાવાયું હતું. સારવાર બાદ બન્નેને રજા અપાઈ હતી. ગયા વર્ષે ચોમાસા દરમ્યાન બનેલા આવા બનાવોને ધ્યાનમાં રાખીને પખવાડિયા પહેલાં સત્તાધીશોએ આ વિસ્તારના રહેવાસીઓને ચેતવ્યા હતા.

mumbai mumbai news chembur