બે ગુજરાતી છોકરીઓએ કરી કમાલ

23 November, 2020 08:12 AM IST  |  Mumbai | Pallavi Smart

બે ગુજરાતી છોકરીઓએ કરી કમાલ

બે ગુજરાતી છોકરીઓએ કરી કમાલ

જમનાબાઈ નરસી સ્કૂલની બે ગુજરાતી છોકરીઓ વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં વિજેતા થઈ છે. તેમણે ઍર-કન્ડિશનર યુનિટ્સની બહાર હવાનું તાપમાન ઘટાડવામાં મદદરૂપ થાય એવું સંશોધન કર્યું છે, યુનિટ્સની બહાર નીકળતી ગરમીનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ સંશોધન કર્યું છે. ૧૧ વર્ષની અંતરા પટેલ અને ૧૨ વર્ષની પ્રિશા પટેલે માટીનો ઉપયોગ કરીને ઠંડક કરવાની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કૅનેડામાં યોજાયેલી વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં ૭૫ દેશોએ ભાગ લીધો હતો. વિવિધ કૅટેગરીમાં ૧૫ ભારતીય ટીમે ભાગ લીધો હતો. ચોક્કસ કૅટેગરીમાં અને વયજૂથમાં પસંદ કરવામાં આવેલી ૨૦ ટીમમાં ટેક્નૉનર્ડ્સનો સમાવેશ છે.
આ વર્ષે વર્લ્ડ રોબો ઑલિમ્પિયાડમાં હવામાન સંબંધી સમસ્યાનો વિષય હતો. અંતરા અને પ્રિશાએ ટીમ ટેકનોનર્ડ્સ રૂપે રોબો ઑલિમ્પિયાડમાં ભાગ લીધો હતો. તેમણે એક્વા ક્લે ઍટમૉસ્ફિયર કૂલર અથવા એસી સ્ક્વેર નામે સિસ્ટમ ડેવલપ કરી છે. ઍલ્યુમિનિયમ ફ્રેમમાં અરેન્જ કરેલા ક્લે કોન્સ વડે બનાવવામાં આવેલા નૅચરલ ફિલ્ટરિંગ સ્ક્રીનનો વપરાશ કરવામાં આવે છે. એ માટીના ક્લે કોન્સને રીસાઇકલ્ડ પાણી વડે ભીના રાખવામાં આવે છે. ગરમ હવા એ ભીના ક્લે કોન્સમાંથી પસાર થતાં ઠંડી પડે છે. ટેક મટીરિયલ્સ અને હાઈ-ટેક મેથડ્સની સાથે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો સમન્વય અંતરા અને પ્રિશાની જોડીએ કર્યો છે.’

mumbai mumbai news pallavi smart