ભાઇંદરમાં અડધો કલાકમાં પકડાઈ ગયા બોગસ પોલીસ

06 December, 2012 06:55 AM IST  | 

ભાઇંદરમાં અડધો કલાકમાં પકડાઈ ગયા બોગસ પોલીસ




ભાઈંદર (ઈસ્ટ)માં જેસલપાર્ક વિસ્તારમાં કામ કરતો અને કાંદિવલીમાં રહેતો ૩૦ વર્ષનો જુરીહર યાદવ મંગળવારે મોડી રાતે કામ પરથી ઘરે જવા પ્લૅટફૉર્મ પર ટ્રેન પકડવા આવ્યો હતો, પણ મોડું થઈ જતાં તેની છેલ્લી ટ્રેન છૂટી ગઈ હતી એથી તે રેલવે-સ્ટેશનની બહાર રિક્ષા પકડવા ઊભો રહ્યો હતો. એ દરમ્યાન રેલવે-સ્ટેશનની બહાર ૨૪ વર્ષનો હર્ષદ કુરળકર અને ૨૬ વર્ષનો વિનય શેટ્ટી પલ્સર બાઇક પર ત્યાં આવ્યા હતા. પોતે પોલીસ હોવાનું કહીને તેઓ જુરીહરનું ચેકિંગ કરવા લાગ્યા અને દારૂ પીધો છે કહીને તેને બાઇક પાર બેસાડી ભાઈંદર (ઈસ્ટ)માં આવેલી જય અંબે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ એરિયા તરફ લઈ ગયા હતા. અંધારાનો ફાયદો ઉપાડીને બન્ને બોગસ પોલીસે જુરીહરને ઢોરમાર મારીને તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને હાથમાંનો સામાન લઈ લીધો હતો. જુરીહર તરત જ નવઘર પોલીસ-સ્ટેશને ગયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તરત જ જુરીહર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને થોડે દૂરથી બન્નેને પકડી પાડ્યા હતા. પોલીસે માલસામાન સાથે તેમની અટક કરીને કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.