સામાનમાં ડ્રગ્સ લઈને આવનારને ૨.૪ લાખ રૂપિયાની લાંચ લઈને છોડી મૂક્યો, બોરીવલી GRPના બે કૉન્સ્ટેબલ સસ્પેન્ડ

17 September, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રતિબંધિત ગુટકાના ગેરકાયદે પરિવહનમાં મદદ કરવાના અન્ય એક કેસમાં પણ વધુ બે GRP કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

સામાનમાં ડ્રગ્સ લઈને આવેલા એક મુસાફર પાસેથી ૨.૪૦ લાખ રૂપિયાની લાંચ લઈને તેને છોડી મૂકવાના ગંભીર આરોપસર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ બોરીવલી સ્ટેશનના બે કૉન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં બૅગેજ-ચેકિંગ માટેની નિર્ધારિત માર્ગદર્શિકાના ખુલ્લેઆમ ઉલ્લંઘનની બાબત સામે આવ્યા બાદ ૧૨ સપ્ટેમ્બરે આ કડક પગલું ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રતિબંધિત ગુટકાના ગેરકાયદે પરિવહનમાં મદદ કરવાના અન્ય એક કેસમાં પણ વધુ બે GRP કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ૮ સપ્ટેમ્બરની રાત્રે બન્ને અધિકારીઓએ સામાનમાં ડ્રગ્સ લઈ જતા એક પૅસેન્જરને પકડ્યો હતો. તેને બોરીવલી GRP સ્ટેશન લઈ જવાને બદલે પ્લૅટફૉર્મ-નંબર ૩ની સામે આવેલી એક લાઇબ્રેરી રૂમમાં લઈ ગયા હતા. ત્યાં બન્ને કૉન્સ્ટેબલોએ મુસાફર પાસેથી ૨.૪૦ લાખ રૂપિયા પડાવીને તેને જવા દીધો હતો. 

mumbai news mumbai Crime News mumbai crime news mumbai police borivali